ETV Bharat / city

રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5,342 કોરોના દર્દી માટે બેડ ખાલી

કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાની સારવાર લેવા માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. કોરોનાના દર્દીઓ ઓક્સિજનના બાટલા લઈને ઘરે સારવાર લેવા માટે મજબૂર થયા હતા, જ્યારે ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં પણ દર્દીઓને 2 દિવસ સુધી સારવાર માટે વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો હતો, પરંતુ હાલ ધીમે ધીમે કોરોનાના કેસ પર કાબૂ મેળવવામાં આવતા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ ખાલી જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5,342 કોરોના દર્દી માટે બેડ ખાલી
રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5,342 કોરોના દર્દી માટે બેડ ખાલી
author img

By

Published : May 31, 2021, 3:29 PM IST

  • રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો
  • એક સમયે બેડની અછત સર્જાય હતી
  • 5,000 કરતાં વધુ બેડ ખાલી

રાજકોટઃ કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાની સારવાર લેવા માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. કોરોનાના દર્દીઓ ઓક્સિજનના બાટલા લઈને ઘરે સારવાર લેવા માટે મજબૂર થયા હતા, જ્યારે ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં પણ દર્દીઓને 2 દિવસ સુધી સારવાર માટે વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો હતો, પરંતુ હાલ ધીમે ધીમે કોરોનાના કેસ પર કાબૂ મેળવવામાં આવતા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ ખાલી જોવા મળી રહ્યા છે. આજના દિવસમાં રાજકોટની ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલમાં 5,000 કરતાં વધુ કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોમાં ખાલી બેડ જોવા મળી રહ્યા છે.

બેડની માહિતી
બેડની માહિતી

આ પણ વાંચોઃ GMDC ખાતે બેડ ખાલી થયા પણ લાઈનો અકબંધ

કોવિડ સેન્ટરો બંધ કરવામાં આવ્યા

રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ હતી, જ્યારે કોરોનાના સામાન્ય લક્ષણ વાળા દર્દીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને કેન્સર હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. આ સાથે જ અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવ્યાં હતાં, પરંતુ રાજકોટમાં કોરોનાના કેસ ઘટતા મોટાભાગની સામાજિક સંસ્થાઓ દ્વારા કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યા છે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેનું સેન્ટર પણ બંધ કરવામાં આવ્યું છે. હાલ મોટાભાગના કોવિડ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ રાજકોટમાં દૈનિક 100ની આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 10ની આસપાસ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યા છે.

આ પણ વાંચોઃ મોરબીમાં કોરોનાની ગતિ ધીમી પડી, હોસ્પિટલોમાં બેડ ખાલી થયા

દૈનિક 700થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ

કોરોનાની બીજી લહેરમાં રાજકોટમાં દૈનિક કોરોનાના 700થી વધુ નવા પોઝિટિવ કેસ જોવા મળતા હતા, જ્યારે દરરોજ 70થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજતા હતા. જેને લઇને રાજકોટની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર લેવા માટે બેડની અછત સર્જાઇ હતી, જ્યારે સિવિલ હોસ્પિટલ બહાર દરરોજ 50થી વધુ એમ્બુલન્સ તેમજ ખાનગી વાહનોમાં દર્દીઓ સારવાર લેવા માટે લાઇનમાં ઊભા રહેવા જોવા મળતા હતા, પરંતુ હાલ કોરોનાના કેસ કાબૂમાં આવતા હવે રાજકોટમાં પણ કોરોનાના દર્દીઓને સારવાર લેવું સરળ બન્યું છે. તેમજ સહેલાઇથી તેમને વિવિધ હોસ્પિટલમાં બેડ પણ મળી રહ્યા છે.

જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5,342 બેડ ખાલી

રાજકોટમાં કોરોનાના કેસ ઘટના હવે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં હવે બેડની સંખ્યામાં વધી છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 840 બેડ છે. જેમાં 165 ભરેલા છે, જ્યારે 675 બેડ ખાલી છે. એવી જ રીતે સમરસ હોસ્ટેલમાં કુલ 754 બેડ છે. તેમાંથી 733 બેડ ખાલી છે, જ્યારે કેન્સર હોસ્પિટલમાં 197માંથી 116 ખાલી છે. ગોંડલ સરકારી હોસ્પિટલમાં 67 બેડમાંથી 61 બેડ ખાલી છે. જસદણમાં 24 બેડમાંથી 12, ધોરાજીમાં 90માંથી 73 બેડ, એવીજ રીતે ખાનગી હોસ્પિટલમાં 3,021 બેડમાંથી 2,170 બેડ ખાલી છે. તેમજ રૂરલ હોસ્પિટલોમા 1,777માંથી 1,502 બેડ ખાલી છે. આમ રાજકોટ શહેર અને જિલ્લાના એમ કુલ મળીને 6,770માંથી 5,342 બેડ ખાલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.