રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે મનપા દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જેને લઈને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી અને મોવડી ચોકડી પર ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યા છે. પ્રથમ રૈયા ચોકડી ખાતે ઓવરબ્રિજ બનતા ચૂંટણીની તારીખો પહેલા જ CM રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ મોવડી ચોકડી ખાતે પણ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું હતું, પરંતુ હાલ સમગ્ર દેશમાં આચારસંહિતા હોય તેથી બ્રિજનું લોકાર્પણનું કામ અટકી પડ્યું હતું.
જો કે રાજકોટની જનતાને હવે ટ્રાફિક માંથી વહેલી તકે મુક્તિ મળે તે માટે જનતા દ્વારા જ સોમવારે મોવડી ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.