- પગાર ટાઇમસર થતો નથી અને પૂરતો પગાર પણ આપવામાં આવતો નથી
- સિક્યુરિટી દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે
- પ્રદ્યુમન નગરના પોલીસ સ્ટાફે હોસ્પિટલમાં પહોંચી મામલો થાડે પાડ્યો હતો
રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ અટેન્ડન્ટ અડધી રાત્રે હડતાલ પર ઉતરી ગયા હતા. કોવિડ દર્દીઓ રામ ભરોસે છે, એજન્સી મારફત આઉટસોર્સથી કામ કરતા અટેન્ડન્ટની રાવ છે કે, તેમનો પગાર ટાઇમસર થતો નથી અને પૂરતો પગાર પણ આપવામાં આવતો નથી. સિક્યુરિટી દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા
ગર્લ્સ અટેન્ડન્ટ પાસેથી ઉપરી SI મોબાઈલ નંબરની માગણી કરે છે
ગર્લ્સ અટેન્ડન્ટ પાસેથી ઉપરી SI મોબાઈલ નંબરની માગણી કરે છે. આ ઉપરાંત સિક્યુરિટી દ્વારા ધમકી આપવામાં આવતી હોવાની પણ રાવ કરવામાં આવી છે. હાલ પ્રદ્યુમન નગરના પોલીસ સ્ટાફે હોસ્પિટલમાં પહોંચી મામલો થાડે પાડ્યો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 24કલાકમાં 1,096 પોઝિટિવ કેસ નોંધાયા હતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ખતમ થવાને આરે 24કલાકમાં 1,096 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અગાઉ 3,000થી વધુ કેસ સામે આવી રહ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય,પોરબંદર, અમરેલી સહિત 8 જિલ્લામાં કોરોનાના કેસ 100ની અંદર જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન, ડોક્ટરો હડતાલ પર
સૌરાષ્ટ્રમાં કોરોનાની સારવાર લઈ રહેલા 68 દર્દીઓના મોત થયા હતા
સૌરાષ્ટ્રમાં કોરોનાની સારવાર લઈ રહેલા 68 દર્દીઓના મોત થયા હતા. મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ દ્વારા કરવામાં આવશે. 2,526 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ અટેન્ડન્ટ અડધી રાત્રે હડતાલ પર ઉતરી ગયા હતા. તેની અસર કોવિડના દર્દી પર થઇ શકે છે.