ETV Bharat / city

વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી તરફ વળતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે ખાલી રહેલી બેઠકો પણ આ વર્ષે ભરાઈ ગઈ - saurashtra university new update

ખાનગી કોલેજોની (Private Colleges) ફી સહિતની વ્યવસ્થાના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ સરકારી (Government) અને યુનિવર્સિટી (University) તરફ વળ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં અલગ અલગ ભવનોમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) અમુક ભવનોમાં ગણતરીના જ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. ત્યાં પણ આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.

વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી તરફ વળતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે ખાલી રહેલી બેઠકો પણ આ વર્ષે ભરાઈ ગઈ

author img

By

Published : Nov 20, 2021, 10:00 AM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) દર વર્ષે ખાલી રહેતી બેઠકો પણ આ વર્ષે ભરાઈ ગઈ
  • ખાનગી કોલેજોની (Private Colleges) ફી સહિતની વ્યવસ્થાથી કંટાળી વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી (Government University) તરફ વળ્યા
  • વિદ્યાર્થીઓના ધસારાને જોતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University) પણ બેઠકમાં કર્યો વધારો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં અલગ અલગ ભવનોમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. ખાનગી કોલેજોની ફી સહિતની વ્યવસ્થાના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ સરકારી અને યુનિવર્સિટી તરફ વળ્યા છે. દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) અમુક ભવનોમાં ગણતરીના જ વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે, પરંતુ આ વર્ષે તો તે ભવનોમાં પણ બેઠકો ભરાઈ ગઈ છે. તેમ જ યુનિવર્સિટી તંત્ર (University system) દ્વારા પણ વિદ્યાર્થીઓનો ઘસારો જોઈને ભવનોમાં વિદ્યાર્થીઓની બેઠકમાં પણ ક્રમશઃ વધારો કર્યો છે. આના કારણે વિદ્યાર્થીઓના એડમિશનના વાંકે તેમનું ભણતર અટકે નહીં.

સરકારે માત્ર એક વર્ષ જ ફીમાં રાહત આપી: વિદ્યાર્થી નેતા

આ પણ વાંચો- પાટણ યુનિવર્સિટીમાં આગામી કારોબારીમાં MBBSના ગુણસુધારણાના દોષિતો સામે કાર્યવાહી કરાશે

વિવિધ ભવનોમાં વિદ્યાર્થીઓની બેઠક વધારવામાં આવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) વિવિધ અભ્યાસક્રમોના અલગ અલગ ભવનો છે. જ્યારે આ વર્ષે મોટા ભાગના ભવનો ફૂલ થઈ ગયા છે, જેના કારણે યુનિવર્સિટીને આ ભવનોમાં બેઠકો વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે. યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી (Chemistry), સમાજ કાર્ય (Social work), બાયોસાઈન્સ (Biosciences), ઈલેક્ટ્રોનિક્સ (Electronics), ગુજરાતી (Gujarati), કોમર્સ (Commerce), મનોવિજ્ઞાન (Psychology) સહિતના ભવનમાં યુનિવર્સિટીએ 5થી લઈને 25 બેઠકો વધારી છે. જ્યારે હજી પણ કેટલાક ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા (Admission process) શરૂ છે. આ વર્ષે કોરોનાના કારણે માસ પ્રમોશન (Mass promotion) મળ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના એડમિશનનું આ પણ એક કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ધોરણ 12માં માસ પ્રમોશન મળ્યું હોવાનું કારણ

આ વર્ષે કોરોનાના કારણે ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માસ પ્રમોશન (Mass promotion) આપવામાં આવ્યું હતું, જેને લઈને વિવિધ યુનિવર્સિટીઓને (Saurashtra University) પણ અગાઉથી જ ખ્યાલ હતો કે, આ વર્ષે મોટી સંખ્યામાં વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા પણ વિદ્યાર્થીઓને જ્યારે માસ પ્રમોશન મળ્યા ત્યારે જ જાહેરાત કરવામાં આવી હતી કે, કોઈ પણ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહે તે માટે યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં વિવિધ કોલેજોમાં બેઠક વ્યવસ્થા વધારશે, જે મુજબ બેઠક વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંલગ્ન 200થી વધુ કોલેજો

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) સંલગ્ન અંદાજીત 232 જેટલી કોલેજ છે. જ્યારે 22 કોલેજો ગવર્મેન્ટ અને 50 કોલેજો ગ્રાન્ટ ઈન એડ કોલેજ છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) લાખો વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. 5 વર્ષ પહેલાં જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની (Junagadh Narasimha Mehta University) સ્થાપના થઈ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University) અડધો અડધ કોલેજો જૂનાગઢ યુનિવર્સિટી સાથે જોડાઈ ગઈ હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) પાસે ફક્ત 232 જેટલી જ કોલેજો વધી છે.

આ અંગે રાજકોટ વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે (State Government) માત્ર એક વર્ષ જ કોલેજો અને શાળામાં ફીમાં રાહત આપી છે. હજી પણ કોરોના છે અને ઘણા વાલીઓની આર્થિક સ્થિતિ કથળી છે. આના કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી તરફ વળ્યાં છે. જ્યારે ખાનગી કોલેજોમાં ફીનું સ્તર એટલું ઊંચું છે કે સરકાર તેના પર કોઈ નિયંત્રણ લગાવી શકી નથી, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત પણ રહી રહ્યા છે.

આ પણ વાંચો- Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે

યુનિવર્સિટીમાં હજી એક્સટર્નલ એડમિશન નહીં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા હજી પણ એક્સટર્નલ એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે નોકરી પણ કરતા હોય છે. આના કારણે તેઓ યુનિવર્સિટીમાં એક્સટર્નલમાં એડમિશન લેતા હોય છે. હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા યોજાશે ત્યારે હજી સુધી યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી નથી. આથી વિવિધ એક્સટર્નલમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.