પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ચોટીલા-થાન પંથકની શિક્ષિકાને પરણિત ટ્રાવેલ્સ સંચાલકે બીજા લગ્ન કર્યાની વિગત છુપાવીને પ્રેમમાં ફસાવી હતી. ત્યારબાદ શિક્ષિકાને સમગ્ર ઘટનાની જાણ થતાં તેને ટ્રાવેલ્સ સંચાલક સાથેના તમામ સંબધો પુરા કર્યા હતા. જેને લઈને ટ્રાવેલ્સ સંચાલક વનરાજસિંહ પરમારે શિક્ષિકાને પોતાની સાથે પ્રેમ સંબંધો નહિ રાખે તો તેના પરિજનોને જાનથી મારી નાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
આ અંગે ટ્રાવેલ્સ સંચાલક પ્રેમી યુવાનના કાકાએ સમાધાન કરાવી આપવાના મુદ્દે શિક્ષિકાને કારમા બેસાડીને અલગ-અલગ જગ્યાએ ફેરવીને એક ફાર્મમાં શિક્ષિકા પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇને પોલીસે ગણતરીના જ કલાકોમાં અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુના આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જયદેવસિંહ પરમાર નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.