- રાજકોટ કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇન લાગવાની થઈ બંધ
- ચૌધરી ગ્રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસથી એમ્બ્યુલન્સની એક પણ કતાર જોવા મળી નથી
- રાજકોટ માટે સારા સમાચાર
રાજકોટ: શહેરમાં એકાએક કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધવાની સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટર પણ ફૂલ થયા હતા, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને સારવાર લેવા માટે વેઇટિંગમાં રહેવું પડતું હતું. એવામાં સરકારી કોવિડ હોસ્પિટલ બહાર પણ ચૌધરી ગ્રાઉન્ડમાં દરરોજ એમ્બ્યુલન્સ અને 108ની લાંબી કતારો જોવા મળતી હતી, પરંતુ છેલ્લા ચાર દિવસથી આ લાઈનો જોવા નહીં મળતા રાહત છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી ગ્રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસથી એમ્બ્યુલન્સની એક પણ કતાર જોવા મળી નથી, જે રાજકોટ માટે સારા સમાચાર કહી શકાય છે.
આ પણ વાંચો : રાજકોટ કોવિડ હોસ્પિટલ બહાર ખાનગી વાહનોની લાંબી કતાર દેખાઈ
છેલ્લા 4 દિવસથી હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇન નહિ
રાજકોટમાં દરરોજ 509 કરતા વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે, જ્યારે સામે દરરોજ 60 કરતાં વધુ દર્દીઓના કોરોનાના કારણે મોતને ભેટી રહ્યાં છે. તેવામાં રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ એટલી હદે વિકરાળ બની હતી કે, સિવિલ હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર લેવા માટે બેડની અરાજકોટ કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇન લાગવાની બંધછત સર્જાઈ હતી. જ્યારે હોસ્પિટલ બહાર લોકો વેટિંગમાં લાંબી લાઈનમાં એમ્બ્યુલન્સમાં ઉભા રહેતા જોવા મળતા હતા. કોવિડ હોસ્પિટલ બહાર ચૌધરી ગ્રાઉન્ડ ખાતે 50થી વધુ એમ્બુલન્સ તેમજ ખાનગી વાહનોમાં દર્દીઓ સારવાર માટે વેઇટિંગમાં ઉભા રહેતા જોવા મળતા હતા, પરંતુ છેલ્લા ચાર દિવસથી એક પણ દર્દી વેટિંગમાં જોવા મળ્યો નથી. જેને લઇને હોસ્પિટલ તંત્રએ પણ રાહત અનુભવી છે.
આ પણ વાંચો : કોરોના દર્દીઓને સકારાત્મક ઉર્જા વધારવા રાજકોટ સમરસ હોસ્ટેલમાં સાઉન્ડ સિસ્ટમ ફીટ કરાઇ
દરરોજ 500 કરતા વધુ નવા કોરોનાના પોઝિટિવ કેસ
રાજકોટમાં દરરોજ 500 કરતા વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાય છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં હજુ પણ લોકોને સારવાર માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડી રહ્યું છે. જેને લઇને વહીવટીતંત્ર દ્વારા શહેરના અલગ- અલગ વિસ્તારમાં ઓક્સિજન સાથેના કોવિડ કેર સેન્ટર ઊભાં કરકામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ આરોગ્ય તંત્ર નવા પોઝિટિવ કેસ રોકવામાં નાકામ જોવા મળી રહ્યું છે, ત્યારે છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલ બહાર દર્દીઓનું વેઇટિંગ ઓછું થતાં રાજકોટવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.