જસદણઃ કોરોના વાઇરસની મહામારીના લીધે શહેરની રાજાશાહી વખતની શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સને લઈને એક મિટિંગ યોજવામાં આવી હતી. આ અનુસંધાને પોલિસ તંત્ર અને નગરપાલિકા તંત્રના સહયોગથી શાકમાર્કેટને આટકોટ રોડ પર પંચમુખી હનુમાન મંદિરના રોડ પર ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલમાં 150 જેટલી જગ્યા સોશિયલ ડિસ્ટન્સ સાથે ફાળવી અને શાકભાજી માર્કેટયાર્ડમાં DYSP શ્રુતિ મહેતા અને PSI એન.એચ.જોશી સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ શાકભાજીના વેપારીઓનું હેલ્થ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
તેમજ નગરપાલિકાના પ્રમુખે Etv ના માધ્યમથી શહેરના લોકોને અપીલ કરવામાં આવી હતી કે મોઢા પર માસ્ક અને હાથ માં ગ્લોઝ પહેરી ને શાકભાજી લેવા માટે આવે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રાખે.