- રાજકોટમાં વિરાટ વિજય લોક અભિવાદન સમારોહનું આયોજન
- મનપમાં ચૂંટાયેલા નવા વિજેતા ઉમેદવારોને માર્ગદર્શન આપશે મુખ્યપ્રધાન રૂપાણી
- રાજકોટમાં કુલ 18 વોર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હતો
રાજકોટઃ રાજકોટમાં મનપાની ચૂંટણી યોજાયા બાદ મંગળવારે મતગણતરી થઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજકોટ મનપાની 72 બેઠકમાંથી 37 બેઠક ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે માત્ર ચાર જ બેઠક કોંગ્રેસને મળી હતી કુલ 18 વોર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. જેને લઇને હાલ ફરી રાજકોટ મનપા પર ભાજપનું શાસન આવ્યું છે. જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજય રૂપાણી પણ આજે રાજકોટની જનતાનો આભાર માનવા માટે રાજકોટમાં જનસભાને સંબોધિત કરવાના છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે રાજકોટમાં
રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજકોટવાસીઓને અભિનંદન પાઠવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં રેષકોર્ષ ખાતે આવેલા બહુમાળી ચોક નજીક વિરાટ વિજય લોક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર ભાજપ દ્વારા બુધવારે સાંજે 5:30 કલાકે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. તેમજ મનપમાં ચૂંટાયેલા નવા વિજેતા ઉમેદવારોને માર્ગદર્શન પણ આપશે
સાંજે 5:30 કલાકે અભિવાદન સમારોહ...
રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં રાજકોટવાસીઓને અભિનંદન પાઠવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં રેષકોર્ષ ખાતે આવેલા બહુમાળી ચોક નજીક વિરાટ વિજય લોક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર ભાજપ દ્વારા બુધવારે સાંજે 5:30 કલાકે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. તેમજ મનપમાં ચૂંટાયેલા નવા વિજેતા ઉમેદવારોને માર્ગદર્શન પણ આપશે.