ETV Bharat / city

જામનગર: લાલપુરના કારેણા ગામેથી બાળકીની હત્યા કરનારો આરોપી પકડાયો

રાજકોટમાં થોડા સમય પહેલા બાળકી પર દુષ્કર્મ ગુજારી મોત નિપજાવ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કારેણા ગામેથી આરોપીને પકડી પાડ્યો છે.

આરોપી
gujarat police
author img

By

Published : Sep 20, 2020, 7:17 PM IST

રાજકોટ: શહેરમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા અને મજૂરી કામ કરી પેટિયું રળતા પરિવારની બાળકીની આરોપીએ હત્યા કરી હતી. ઘટનાની નોંધ લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. સાઈટ પર કામ કરતા મજૂરો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં પોલીસને વિક્રમ નામનો સખ્સ ગુમ થયો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે તપાસ શરૂ કરતા આરોપીની કોઈ જાણકારી મળી ન હતી. આરોપીએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. જેનું છેલ્લું લોકેશન રાજકોટ આવ્યું હતું.

પોલીસે રાજકોટની અનેક કન્સ્ટ્રકશન સાઈટ પરના મજૂરોની માહિતી એકઠી કરી હતી. દરમિયાન ટેકનીકલ ટીમને સફળતા મળી હતી અને એક કન્સ્ટ્રકશન સાઈટ પરથી આરોપી વિક્રમનો ફોટો મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે જુદા જુદા જિલ્લાઓમાં તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ પોલીસે અંદાજે 50 જેટલા વોટ્સએપ ગ્રુપ બનાવી જેમાં બિલ્ડરોને એડ કરી આરોપીની શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી અને આરોપી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કારેણા ગામે હોવાની ચોક્કસ બાતમી મળતા રાજકોટ ડીસીબીની ટીમે લાલપુરથી આરોપીને પકડી પાડ્યો છે.

આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના, મનારોત ગામનો કાળુ ઉર્ફે વિક્રમ ઉર્ફે અર્જુન જીવાભાઈ ડામોર મીણા ઉવ 40 જેને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા અન્ય બે વારદાતોને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.

આ શખ્સ એક શહેરમાં થોડા મહિના કામ કરી અન્ય જગ્યાએ ચાલ્યો જતો અને બાંધકામની સાઈટ પર અલગ અલગ નામે મજુરી કામ કરતો હતો. હાલ પોલીસે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.