ETV Bharat / city

જેતપુરમાંથી અસામાજિક તત્વોને ડામી દો: ABVP - અસામાજિક તત્વોનો ત્રાસ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા ASP જેતપુરને જેતપુર શહેરમાંથી આવારા અને અસામાજિક તત્વોના ત્રાસ અને છેડતીની બનતી ઘટનાઓ ડામી દેવાની રજૂઆત સાથે માગ કરવામાં આવી હતી.

Gujarat news
Gujarat news
author img

By

Published : Mar 24, 2021, 9:20 AM IST

  • ABVP દ્વારા જેતપુરમાં એન્ટી રોમિયો સ્કોડ શરૂ કરવાની માગ કરવામાં આવી
  • શૈક્ષણિક સંકુલોની આસપાસ પડ્યા પાથર્યા રહે છે આવારા તત્વો : ABVP
  • જેતપુરમાં બેફામ બની રહ્યાં છે, છેડતીના બનાવો: ABVP

રાજકોટ: થોડા દિવસો પહેલા જ જેતપુર પંથકમાં તરૂણીની કરપીણ હત્યાની ઘટના પણ સામે આવી છે. જેના પડઘા સમગ્ર ગુજરાત સહિત પુરા દેશમાં પડ્યાં હતા. જેને લઈને ગુજરાતભરમાંથી રાજકીય તેમજ સામાજિક આગેવાનો મૃતક તરુણીના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યાં હતા. આવી ઘટનાઓ ન બને તેને લઈને ABVP દ્વારા જેતપુર ડિવિઝનના ASPને રૂબરુ મળીને જેતપુરમાં અસામાજીક અને આવારા તત્વોને ડામી દેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેતપુરમાંથી અસામાજિક તત્વોને ડામી દો: ABVP

આ પણ વાંચો : પરીક્ષામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે NSUI અને ABVP દ્વારા વિરોધ

સ્પીડમાં ધૂમ સ્ટાઈલ બાઈક ચલાવનારાઓએ માઝા મૂકી છે

ABVPના સભ્યો દ્વારા પણ આક્રોશ સાથે જણાવવામાં આવ્યું હતું કે, જેતપુરમાં એસટી બસ સ્ટેશન, બોસમીયા કોલેજ, મહિલા કોલેજ, સરદાર ચોક અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારોમાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારા અસામાજીક તત્વો પડ્યા પાથર્યા રહે છે. સ્કૂલે અને કોલેજ જતી તેમજ બહારગામથી આવતી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓની પાછળ જઈને હેરાન પરેશાન કરતા હોય છે પણ ભોગ બનનારી મહિલાઓ શરમ અને સંકોચના હિસાબે પોલીસ ફરિયાદ કરતા ડરતી હોય છે.

જેતપુર
જેતપુર

અસામાજિક તત્વોને ડામવા ઉચિત પગલાં લેવાશે : ASP જેતપુર

ABVP દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈને ETV ભારત દ્વારા ASP સાગર બાગમારની મુલાકાત કરવામાં આવી હતી. જેને લઈને ASP દ્વારા જણાવવામાં આવ્યું કે, પોલીસ દ્વારા સ્થાનિક કક્ષાએ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો : મોડાસામાં SFI અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ ફરિયાદ નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.