રાજકોટઃ રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા કોરોના કાળમાં પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફીની લૂંટ ચલાવામાં આવતી હોવાના કારણે શિક્ષણ અધિકારીને રજૂઆત માટે પહોંચ્યાં હતાં. તે દરમિયાન AAPના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવતાં હતાં અને ખાનગી શાળાઓ મુદ્દે શિક્ષણ અધિકારી કામ ન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે વિરોધ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને 5થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે AAPના કાર્યકર્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન યોગ્ય ઉત્તર નહીં મળતાં આપના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.