- રાજકોટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી પોરબંદરની યુવતીનો આપઘાત
- યુવતીએ સ્યુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત
- પીએચડી સુધી ભણ્યા બાદ પણ નોકરી ન મળતા યુવતીએ જીવન ટૂંકાવ્યું
રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી ગુંજન અમરભાઈ ખીરા નામની યુવતીએ સોમવારે રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જોકે, તેણે આપઘાત કર્યા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે, જેમાં તેને હવે નોકરી નહીં મળે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, યુવતીએ PhD સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ નોકરી મામલે આપઘાતનું પ્રાથમિક કારણ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
યુવતીએ PhD સુધીનો કર્યો હતો અભ્યાસ
રાજકોટમાં રહેતી ગુંજને PhD સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સાથે અન્ય બે યુવતીઓ પણ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. ગુંજનની મોટી બહેન ડોક્ટર અને પિતા વકીલ છે. સ્યુસાઈડ નોટમાં પોતે વિવિધ જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કર્યો છતાં નોકરી ન મળતા અંતે આ પગલું ભર્યાનું કારણ માનવામાં આવી રહ્યું છે.