ETV Bharat / city

સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી હેમંત પાંડાવદરાએ માનસિક રોગ વિશે ખોટા ભ્રમ અને તેની વાસ્તવિકતા લોકો સમક્ષ પહોંચાડવા સર્વે કર્યો છે. જેમાં, તેમણે માનસિક બીમારી ( Mental Illness) ને લઈને ભારતીય લોકોમાં ભ્રમ સામે વાસ્તવિકતા પણ દર્શાવી છે. હેમંત પાંડાવદરાનો આ પ્રયત્ન માનસિક રોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા ખૂબ જ મદદરૂપ થઈ શકશે.

survey on mental illness by saurashtra university
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માનસિક રોગ અંગે સર્વે
author img

By

Published : Jun 24, 2021, 4:02 PM IST

Updated : Jun 24, 2021, 9:47 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ માનસિક બીમારીને અંગે કર્યો સર્વે
  • સર્વેમાં માનસિક રોગના આવ્યા ચોકાવનારા ખુલાસાઓ
  • ભારતીય લોકો માનસિક બીમારીનો સ્વીકાર કરતા પણ ડરે છે

રાજકોટઃ માનસિક બીમારી એક એવો શબ્દ જેને જાણે ગાંડપણ કે પાગલપન સાથે જ જોડી દેવામાં આવતો હોય છે, પરંતુ દરેક માનસિક બીમારી ( Mental Illness) ગાંડપણ હોતી નથી. આજેપણ લોકો માનસિક બીમારીનો સ્વીકાર કરતા ડરે છે. આ ઉપરાંત, પોતે કોઈને કહેતા પણ ડરે છે. જેના મુખ્ય કારણમાં તેના વિશેનો ખોટો ભય, સમાજનો ભય અને માહિતીના અભાવનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ( Saurashtra University ) મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી હેમંત પાંડાવદરાએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શન નીચે માનસિક રોગ વિશે ખોટા ભ્રમ અને તેની વાસ્તવિકતા લોકો સમક્ષ પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. જેથી જરૂરિયાતવાળી વ્યક્તિને યોગ્ય સમયે મદદ મળી રહે. આ ઉપરાંત, માનસિક રોગ વિશેનો હેમંતનો પ્રયત્ન લોકોને જાગૃત કરવા માટે મદદરૂપ થઈ શકશે.

પશ્ચિમ અને ભારતીયોમાં માનસિક રોગ વિશેની સમજ

પશ્ચિમ દેશોમાં લોકો સાયકોલોજીસ્ટ કે સાયક્યાટ્રિક પાસે જતા ભય નથી અનુભવતા, કારણ કે ત્યાં લોકો સમજે છે કે શારીરિક રોગની જેમ માનસિક રોગ પણ થઈ શકે છે, પરંતુ ભારતમાં ( Mental illness in Indians ) સ્થિતિ વિપરીત છે. આજેપણ માનસિક રોગીઓને કોઈ વળગાડ, ચુડેલ કે ડાકણનો પ્રવેશ થયો હોય તેવું માની ભૂવાઓ પાસે કે દોરા ધાગા બંધાવવા લઈ જવામાં આવે છે. આજેપણ માનસિક રોગી સાથે ખરાબ વર્તન થાય છે અને તેને અલગ દ્રષ્ટિએ જોવામાં આવે છે. જેથી યોગ્ય સમયે યોગ્ય મદદ મળતી નથી.

સાધારણ અને અસાધારણ વર્તન વચ્ચે તફાવત

વાસ્તવિકતા: સાધારણ રીતે વ્યક્તિ સામાન્ય વર્તન કરતી હોય છે. સામાન્ય વ્યક્તિ પોતાના આવેગો નિયંત્રણમાં રાખતી હોય છે, પરંતુ જ્યારે વ્યક્તિનું કોઈ વર્તન વારંવાર પુનરાવર્તિત થાય, સામાજિક નિયમોને અનુરૂપ વર્તન ન હોય, એવું વર્તન જે પોતાને અને અન્ય લોકોને નુકસાન કરે અને વ્યક્તિ પોતાની જાતને કાર્ય કરવામાં અસક્ષમ સમજે ત્યારે આ બધા વર્તન અસાધારણ સાબિત થતા હોય છે.

ભ્રમ: માનસિક બિમાર એટલે વ્યક્તિ ગાંડી કે પાગલ

વાસ્તવિકતા: મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારની માનસિક બીમારીઓનો ઉલ્લેખ છે. જે હળવાથી તિવ્ર પ્રકારની હોય છે. દરેક બીમાર વ્યક્તિ ગાંડી હોતી નથી. વિવિધ બીમારીઓ જેમ કે સ્કીઝોફેનિયા, ડિપ્રેશન, વિકૃતચિંતારોગ, વ્યસન, બાળકોને લગતા માનસિક રોગ, ફોબિયા વગેરેનો સમાવેશ થાય છે. આથી સાબિત થાય છે કે, દરેક માનસિક બીમારી ગાંડપણ નથી.

ભ્રમ: માનસિક રોગ સ્ત્રીઓને થાય પુરુષોને નહીં

વાસ્તવિકતા : માનસિક રોગ સ્ત્રીઓ અને પુરુષોને બધાને થઈ શકે છે. આ રોગ જાતિ જોઈને થતો નથી. જ્યાં, લાગણીઓનું અને આવેગોનું વ્યવસ્થાપન ન થાય, હોર્મોન્સમાં અસંતુલન, કોઈ ઇજા, ન્યુરોટ્રાન્સમીટરમાં ગરબડ થતા કોઈને માનસિક બીમારી થઈ શકે છે.

ભ્રમ : માનસિક બીમાર વ્યક્તિને કોઈ ખરાબ ગ્રહ દશા બેઠી હોય કે કોઈ ગ્રહ નડતર હોય

વાસ્તવિકતા : ગ્રહો અને માનસિક બીમારી એકબીજા સાથે જોડાયેલી છે એ ન માનવું જોઈએ. માનસિક બીમારી એ કોઈ વળગાડ નથી કે હવન કરાવવાથી દૂર થાય. મગજના ન્યુરોટ્રાન્સમીટરમાં કે હોર્મોન્સના પરિવર્તન કારણે, આવેગોનું વ્યવસ્થાપન ન થવાને કારણે પણ આ માનસિક બીમારી થતી હોય છે.

ભ્રમ : જેનું મન નબળું તે જ માનસિક બીમાર થાય

વાસ્તવિકતા : માનસિક બીમાર કોઈપણ થઈ શકે છે. હા, મન નબળું તેને થોડી વધુ અસર થઈ શકે પણ મજબૂતમાં મજબૂત મનના માનવીને પણ થઈ શકે છે. ઘણી વખત પરિસ્થિતિ વિકટ સર્જાતા મજબૂત મનના માનવી પણ આ બિમારીનો શિકાર થાય છે.

ભ્રમ : માનસિક બિમારી એ અમીરોને ન થાય, ગરીબ અને વૃદ્ધોને જ થાય

વાસ્તવિકતા : કોઈપણ બીમારી ક્યારેય આર્થિક પાસું કે ઉંમર જોઈ આવતી નથી. એવું ક્યાંય નથી કે માનસિક બીમારી વૃદ્ધોને થાય યુવાનોને કે બાળકો ને નહીં. આ સમયે કદાચ યુવાનો ઘણી માનસિક સમસ્યાઓમાંથી પસાર થતા હોય છે. અમીરો પણ માનસિક બીમાર થવામાં બાકાત નથી.

ભ્રમ : માતાપિતાને હોય તો જ બાળકોને માનસિક બીમારી થાય

વાસ્તીકતા : માનસિક રોગ વારસાગત જ હોય એવું જરૂરી નથી. હા, શક્યતાઓ રહે છે, પણ તે રોગની તીવ્રતા અને ચિકિત્સા પર આધારિત છે. એટલે 100 ટકા વારસાગત બીમારી જ છે એવું ન કહી શકાય.

ભ્રમ: માનસિક રોગની કોઈ દવા કે ચિકિત્સા નથી

વાસ્તવિકતા : માનસિક રોગની ઘણી દવાઓ અને ચિકિત્સા છે જે વ્યક્તિને સ્વસ્થ કરી શકે છે.

ભ્રમ: માનસિક રોગના ડોક્ટરને મળવાથી કશો ફાયદો નથી થતો

વાસ્તવિકતા : દરેક વ્યક્તિની એક આગવી રીત અને સ્પેશિયાલિટી હોય છે. માનસિક રોગના ડોક્ટરોએ રોગ વિશેની ઘણી માહિતી અને તાલીમ લીધેલી હોય છે. એટલે તેની પાસે જવામાં તકલીફ ન હોય.

ભ્રમ: માનસિક રોગ દવા વિના ક્યારેય દૂર ન થાય અને પછી દવાની ટેવ પડી જાય

વાસ્તવિકતા : ઘણી માનસિક બીમારી છે જે દવા વગર, થેરાપી અને કાઉન્સેલિંગ દ્વારા દૂર થઈ શકે છે, એટલે દવા જ જરૂરી છે એ ભ્રમ દૂર કરવો ખૂબ જરૂરી છે. જ્યારે, રોગની તીવ્રતા વધી જાય અને રોગ કાઉન્સેલિંગ કે થેરાપીથી દૂર ન થઈ શકે ત્યારે જ દવાની જરૂર પડે છે અને બાદમાં ધીરે ધીરે એ આદત પણ દૂર થઈ જાય છે.

ભ્રમ: મારઝૂડ અને તોફાન કરે તો જ વ્યક્તિ માનસિક બીમાર હોય

વાસ્તવિકતા : ના, દરેક વખતે માનસિક બીમાર વ્યક્તિ તોફાન જ કરે કે મારઝૂડ કરે જરૂર નથી. તે ક્યારેક એકદમ શાંત પણ હોય અને ક્યારેક આક્રમક બની જાય, એટલે શાંત વ્યક્તિ બીમાર નથી એવું ન માનવું.

ભ્રમ: નાનપણમાં મગજમાં વાગ્યું જ નથી તો વ્યક્તિ માનસિક બિમાર કેમ થાય ?

વાસ્તવિકતા : ઘણા લોકોને એવું હોય કે મગજમાં વાગ્યું હોય તો જ વ્યક્તિ માનસિક બીમાર થાય પણ એવું નથી. માતાના ગર્ભમાં કઈ વાગ્યું હોય, ડિલિવરી વખતે કઈ ઇજા થાય કે પછી જન્મ પછી કોઈ અકસ્માત કે હોર્મોન્સ પરિવર્તન કારણે બીમારી થઈ શકે. એટલે કે, બાળકના જન્મ પહેલાં, જન્મ સમયે કે જન્મ પછી ગમે ત્યાં માનસિક બીમારીનું કારણ છુપાયેલું હોય શકે છે.

ભ્રમ : માનસિક બિમાર એટલે બુદ્ધિની કમી

વાસ્તવિકતા: ના, માનસિક બીમાર એટલે બુદ્ધિની ખામી એવું ન કહી શકાય. ઘણી વખત પરિસ્થિતિ અને આવેગો પર વ્યક્તિ નિયંત્રણ ન રાખી શકે ત્યારે તે બીમાર બની જાય છે.

ભ્રમ: માનસિક બીમાર વ્યક્તિ સફળ ન થઈ શકે

વાસ્તવિકતા: એવું સહેજ પણ જરૂરી નથી કે માનસિક બીમાર વ્યક્તિ સફળ ન થઈ શકે. યોગ્ય ઉપચાર અને નિદાન દ્વારા એ વ્યક્તિ પણ સફળ થઈ શકે.

આમ માનસિક બીમારી અને માનસિક બીમાર વ્યક્તિ વિશેના ઘણા ભ્રમ સમાજે રાખ્યા છે, જે દૂર કરવા જરૂરી છે. લોકોએ માનસિક બીમાર વ્યક્તિને હૂંફ, સ્નેહ, પ્રેમ, કાળજી અને લાગણી આપવી ખૂબ જરૂરી છે. જેથી તે સમાજમાં ફરી પુનર્વસન કરી શકે.

શું આ તમે જાણો છો ? :

Last Updated : Jun 24, 2021, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.