- રાજકોટ સિવિલમાં એક મહિલાએ 3 બાળકોને જન્મ આપ્યો
- હાલમાં માતા તથા બાળકોને રાખવામાં આવ્યા છે ઓબઝર્વેશન હેઠળ
- માતા અને બાળકો સ્વસ્થ્ય
રાજકોટ: ભાગ્યે જ જોવા મળતી ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ છે. જેમાં એક સગર્ભા મહિલા દ્વારા ત્રણ ત્રણ બાળકોને જન્મ આપવામાં આવ્યા છે. હાલ માતા અને ત્રણે બાળકો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારની ભાગ્યે જ જોવા મળતી ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામે આવતાં ડોક્ટરો અને સ્ટાફ કર્મીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જ્યારે મહિલાના પરિવારમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ મહિલા અને તેને જન્મ આપેલ ત્રણે બાળકોને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે.
એક સાથે ત્રણ બાળકોને આપવામાં આવ્યો જન્મ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સવારના સમયે સીમાબેન વટિયા નામની સગર્ભા પ્રસુતિ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જે દરમિયાન સામે આવ્યું હતું કે તેમના ગર્ભમાં ત્રણ બાળકો છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા મહિલાને સઘન દેખરેખમાં રાખવામાં આવી હતી અને જ્યારે તેને ડિલિવરીનો દુખાવો ઉપડતા તેની ડિલિવરી કરવામાં આવી હતી. જે દરમિયાન તેને ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જો કે હાલ આ મહિલા અને તેને જન્મ આપેલા ત્રણેય બળજો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જનવામાં આવ્યું છે. તેમજ આ બાળકો અને માતાને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પ્રદુષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવવા બાબતે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી
એક પુત્રી અને બે પુત્રોનો થયો જન્મ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મેડિકલ કોલેજ અને ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર મનીષા પરમારે આ અંગે જણાવ્યું હતું કે આવા એક સાથે ત્રણ જેટલા બાળકોનો જન્મ થયો એવા કિસ્સા ભાગ્યે જ જોવા મળતા હોય છે. જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. જેમાં સીમાબેન વાટિયા નામની મહિલાએ ત્રણ જેટલા બાળકોને જન્મ આપ્યો છે. જેઓની અહીં સારવાર શરૂ હતીનાને મહિના પૂર્ણ થયા તેમની ડિલિવરી કરવામાં આવી હતી. જેમને એક પુત્રી અને બે પુત્રને જન્મ આપ્યો છે. હાલ તમામની તબિયત સારી છે. મહિલાને સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે.
આ પણ વાંચો: National Handloom Day 2021: આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી