- ભાજપ પ્રદેશ નેતાઓની રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ
- કૃષિ બિલને લઈને યોજાઈ પત્રકાર પરિષદ
- નવા કાયદા અંગેની માહિતી આપવામાં આવી
રાજકોટઃ દેશમાં નવા કૃષિબીલને લઈને ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા આ બીલની હકીકત તેમજ ખરેખરમાં આ બિલમાં શુ છે, તે અંગેની માહિતી આપવા માટે ઠેર ઠેર પત્રકાર પરિષદ અને ખેડૂત સંમેલન યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
JNUની ગેંગ ખેડૂત આંદોલનમાં પાછલા બારણે કામ કરે છે: બાબુ જેબલિયા
પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુ જેબલિયાએ ખેડૂત આંદોલન અંગે જણાવ્યું હતું કે, આપણે જોઈએ છીએ કે ખેડૂત આંદોલનમાં હાલ પાકિસ્તાન અને ખાલીસ્તાનના સમર્થનમાં નારાઓ લાગી રહ્યા છે. જેને લઈને આ આંદોલન પાછળ JNUની ગેંગ ટુકડે ટુકડે પાછલા બારણે કામ કરી રહી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે રાજકોટની જ બે નામાંકિત કંપનીઓ હાલ બનાસકાંઠાના ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વડે કામ કરતી હોવાનુ પણ જણાવ્યું હતું.
કૃષિ બીલમાં ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટેની વાત છે: ધનસુખ ભંડેરી
પત્રકાર પરિષદ દરમિયાન મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી બાદ ખેડૂતો માટેનો નવો કાયદો એ ઐતિહાસિક નિર્ણય છે. જેમાં દેશના ખેડૂતને સમૃધ્ધ તેમજ તેમની વાત સાંભળનારો આ કાયદો છે. જેમાં માત્ર ખેડૂતોના હિતની જ વાતને સાંકળીને આ બીલનો સ્વિકાર કરવામાં આવ્યો છે. ખેડૂતોને કૃષિબીલના માધ્યમથી કોઈ નુકશાન નથી થવાનું એવી એક પણ જોગવાઈ આ બિલમાં નથી. જ્યારે કોંગ્રેસ દ્વારા કૃષિ બીલને લઈને અપ્રચાર કરવામાં આવી રહ્યો છે.