- રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની અમદાવાદ ખાતે થઈ બદલી
- કિસાન સંઘ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી
- કેતન બી. ઠક્કરની નવા અધિક કલેકટરની તરીકે કરાઈ નિમણૂક
રાજકોટ: રાજ્યમાં હાલ ISI-IPS સહિતના અધિકારીઓનો બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યા ( Additional Collector Parimal Pandya )ની અમદાવાદ ખાતે તાજેતરમાં જ બદલી થઇ છે. જેથી આજે સોમવારે પરિમલ પંડ્યાને રાજકોટના કિસાન સંઘ ( Kisan Sangh ) દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી. જેમાં તેમને બળદગાડામાં બેસાડવામાં આવ્યાં હતા. આ બળદગાડાને પણ રથની જેમ શણગારવામાં આવ્યો હતો. તેમજ તેમના પર પુષ્પ વરસાદ પણ કરવામાં આવી હતી. આમ કોઈ અધિકારીની આ પ્રકારની વિદાય રાજકોટમાં થઇ હોવાની આ પ્રથમ ઘટના કહી શકાય છે.
બળદગાડામાં અધિક કલેકટરને રાજાની જેમ બેસાડીને ભવ્ય વિદાય અપાઈ
રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા પરિમલ પંડ્યાની તાજેતરમાં જ અમદાવાદ ખાતે બદલી થઇ છે. તેમની જગ્યાએ કેતન બી. ઠક્કરની નવા અધિક કલેકટરની તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પરિમલ પંડ્યાની બદલી થતાં આજે સોમવારે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં રાજકોટ કિશાન સંઘના આગેવાનો બળદગાડુ લઈને રાજકોટ કલેક્ટર કચેરી ( Collector Office ) ખાતે આવી પહોંચ્યાં હતા. આ બળદગાડામાં અધિક કલેકટર પરિમલ પંડ્યાને રાજાની જેમ બેસાડીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ
રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડયાની વિદાયનો કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે જ યોજવામાં આવ્યો હતો. જોકે, આ કાર્યક્રમ દરમિયાન ભીડ એકઠી થઈ હતી. જેમાંથી કેટલાક લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. તેમજ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ( Social distance )ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કોરોના કાળ દરમિયાન આ પ્રકારે અધિકારીનો વિદાય સમારંભને લઈને સામાન્ય જનતામાં રોષની લાગણી જોવા મળી રહી છે.