- ડોક્ટર અને આરોગ્ય કર્મચારીને માર મારવામાં આવ્યો
- સત્કાર કોવિડ હોસ્પિટલના ડોક્ટરને ઈસમોએ માર માર્યો
- પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
રાજકોટઃ શહેરમાં ST સ્ટેન્ડ પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રવિવારે રાત્રે ત્રણ ઈસમોએ ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓને અપશબ્દો બોલી માર મારવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં કોવિડ દર્દીને દાખલ કરવા મામલે ડૉક્ટરને માર માર્યાની ફરિયાદ રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. જે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. અમન કાનાબાર પર આ હુમલો થયો હતો. જેને લઇને આરોગ્ય કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓ અને ડૉક્ટર ઉપર હુમલો થવાની ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત
દર્દીને દાખલ કરવા બાબતે માથાકૂટ થઈ હતી
રાજકોટની સત્કાર કોવિડ હોસ્પિટલમાં ડૉ. અમલ કાનાબાર રાત્રી દરમિયાન ફરજ પર હતા, ત્યારે દિવ્યરાજસિંહ ઝાલા સહિત બે શખ્સો હોસ્પિટલમાં આવ્યાં હતા અને અમારા દર્દીને તમારે દાખલ કરવા પડશે તેમ કહીને હોસ્પિટલમાં ફરજ પરના સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડોક્ટર પણ અહીં આવતા તેઓને પણ આ ઈસમો દ્વારા અપશબ્દો બોલી અને માર મારવા લાગ્યા હતા. જોકે, આ ઘટના અટલાથી પુરી થઈ નથી. આ ત્રણેય ઈસમો ફરી હોસ્પિટલમાં આવ્યાં હતા અને ફરી ડૉક્ટર સાથે માથાકૂટ કરી હતી. જેને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને બોલવામાં આવતા આ ઈસમો ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા કઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચોઃ પૈસા છે તો થઇ જશે વ્યવસ્થા! રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ