ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરાશે

author img

By

Published : Apr 15, 2021, 7:00 PM IST

રાજકોટ શહેરની તમામ ખાનગી અને સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલ તબીબી સ્ટાફમાં અછત જોવા મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. હાલ તેમાં સ્ટાફ માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. નર્સિંગના સ્ટુડન્ટોને બોલાવવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરાશે
  • રાજકોટમાં કોરોનાનો હાહાકાર
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરાશે
  • IMAના 4 ડોક્ટર સમરસમાં સેવા આપશે

રાજકોટઃ જિલ્લામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 82 દર્દીઓના સિવિલ હોસ્પિટલમાં મોત થયા છે, જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. શહેરની તમામ ખાનગી અને સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. હાલ તેમાં સ્ટાફ માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

રેમ્યા મોહન
રેમ્યા મોહન

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરાયું 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર

તબીબી સ્ટાફમાં ખૂબ જ મોટી અછતઃ કલેક્ટર

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સાથે અમૃત ઘાયલ હોલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં સીનર્જી હોસ્પિટલ દ્વારા સારવાર શરૂ કરવામાં આવશે. પીડિયાટ્રીક અને IMAના 4 ડોક્ટર સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સેવા આપશે. તેમજ કહ્યું કે, હાલ તબીબી સ્ટાફમાં ખૂબ જ મોટી અછત વર્તાય રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના થયા મોત

સમરસમાં ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં છે

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, રાજકોટમાં સમરસમાં પણ ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં છે. તેમજ ત્યા 100 વેન્ટિલેટર પણ આવી ગયા છે. સિવિલમાં 305 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 395 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. રાજ્યમાંથી 10 નવી એમ્બ્યુલન્સ બોલાવવામા આવી છે. કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે, વેક્સિન લીધી હોય તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળતા નથી. લોકોને ફરજિયાત વેક્સિન લેવી જોઈએ તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટનું પાલન પણ કરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.