- રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે
- રાજકોટ ચૌધરી ગ્રાઉન્ડ ખાતે 200 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે
- વહિવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ કોવિડ હોસ્પિટલો ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
રાજકોટઃ શહેરમાં સતત કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે દરરોજ 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. એવામાં હાલ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની અછત જાય છે, ત્યારે વહિવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલો ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને રાજકોટની હોસ્પિટલ બહાર ચૌધરી ગ્રાઉન્ડ ખાતે પણ આગામી દિવસોમાં 200 બેડની ઓક્સિજન સાથેની હોસ્પિટલ ઊભી કરવામાં આવનારી છે. જેના માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે અને આજે રવિવારે અહીંની વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં કોવિડ હોસ્પિટલ શરૂ થનારી છે.
આ પણ વાંચો : જેતપુરના હિરપરા શૈક્ષણિક સંકૂલમાં શરૂ કરાઇ કોવિડ હોસ્પિટલ
200 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 24 સેન્ટર ઉભુ કરાયું છે. જે બાદ ગોંડલ રોડ ખાતેના ગુરુકુળમાં પણ ઓક્સિજન વગરનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આવી જ રીતે શહેરના અલગ- અલગ વિસ્તારમાં જ્યાં પણ અનુરૂપ જગ્યા મળે ત્યાં વહીવટીતંત્ર સાથે મનપા દ્વારા કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર આવેલા ચૌધરી ગ્રાઉન્ડમાં પણ આગામી દિવસોમાં 200 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવનારી છે. જેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે, ત્યારે દરરોજ સારવાર દરમિયાન કોરોના દર્દીના મોત થઈ રહ્યા છે. એવામાં વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.