- કોરોના કેસ ઘટતાં STના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા
- ST બસનું રાત્રી રોકાણ આજથી યથાવત રાખવામાં આવશે
- કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી STના 9 રૂટ શરૂ કારવામાં આવ્યા
રાજકોટ: જિલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે, કોરોના કેસ ઘટતાં STના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં, બુધવારથી ગ્રામ્ય વિસ્તારના 9થી વધુ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર પહેલાં જ્યાં ST બસ રાત્રી રોકાણ કરતી હતી ત્યાં ફરીથી રાત્રી રોકાણ શરૂ કરવામાં આવશે. કાલાવડ તાલુકાના સમાંણાં, વજીરા ખાખરીયા દાણીધાર બામણગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી STના 9 રૂટ શરૂ કારવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ: 100 રસીકરણની સાઈટ કાર્યરત
કોરોનાનો કહેર વધતા ST વિભાગ દ્વારા અનેક રૂટો કરાયા હતા બંધ
કોરોનાના કેસ વધતા ST વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક રૂટો બંધ કરવામાં આવ્યા હતા. જે બુધવારથી અમુક રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, લોંધિકા તાલુકાના જેતાકુબા, કોઠ પીપળીયા, ખરેડી, મેંગણી ચાપાબેડા નોઘણચોરા મોરીદડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં STના રૂટ ફરી શરૂ કરવામાં આવશે. ત્યારે, કાલાવડ તાલુકાના સમાંણાં, વજીરા ખાખરીયા દાણીધાર બામણગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી શરૂ કરાશે.
આ પણ વાંચો: રાજકોટ શહેરમાં મ્યુકરમાઈકોસિસનો કહેર, 700 દર્દી સારવાર હેઠળ