- વિવિધ વિકાસના કામોનું નિર્માણ કરવામાં આવશે
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલની આગેવાનીમાં યોજાઇ
- મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 6.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
રાજકોટઃ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલની આગેવાનીમાં યોજાયેલી હતી. આ બેઠકમાં કુલ 53માંથી 51 જેટલી દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં આગામી દિવસોમાં વિવિધ વિકાસના કામોનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર
બે દરખાસ્તોને ફરી મોકલવામાં આવી હતી
કુલ 13 કરોડ રૂપિયાથી વધુના કામોની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બે દરખાસ્તોને ફરી મોકલવામાં આવી હતી, એટલે કે કુલ 53 દરખાસ્તોમાંથી 51 દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે.
53 દરખાસ્ત પૈકી 51 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે 53 દરખાસ્ત પૈકી 51 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 2 દરખાસ્તને પરત મોકલવામાં આવી હતી. 51 દરખાસ્તમાં મહત્ત્વની કહી શકાય એવી કોરોના કાળમાં વિવિધ કાર્યો પાછળ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 6.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે ખર્ચની રકમને બહાલી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં AIIMS મુદ્દે યોજાયેલી RUDAની બેઠકમાં 12 દરખાસ્ત મંજૂર કરાઈ
કુલ 13.75 કરોડ રૂપિયાની દરખાસ્ત મંજુર કરવામાં આવી
જ્યારે રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા 658 આવાસોને ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે બાબતનો કોન્ટ્રાક્ટ બેંગ્લોરની કંપનીને આપવામાં આવશે. આમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 13.75 કરોડ રૂપિયાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.