રાજકોટઃ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર છે. એવામાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ દરરોજ કોરોનાના નવા કેસ 1500ની આસપાસ આવી રહ્યા છે. જેના કારણે મોટાભાગના લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital)ના આરોગ્ય કર્મીઓમાં પણ કોરોનાના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં અંદાજીત 50 જેટલા આરોગ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ (Rajkot health worker corona positive) આવ્યા છે. જેના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે.
તમામ કર્મીઓ ઘરે જ આઈસોલેશનમાં: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 જેટલા વિવિધ વિભાગના આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ (Rajkot civil superintendent)ડો.આર.એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અંદાજીત 50 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. આ તમામ ઘરે જ હોમ અયસોલેશનમાં છે. જ્યારે કોઈ કર્મચારીઓને સામાન્ય લક્ષણ હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે. એવામાં આરોગ્ય કર્મચારીઓ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સ્ટાફની પણ અછત સર્જાવાની ભીતિ જોવા મળી રહી છે.
સરકારી કચેરીઓમાં પણ કોરોનાનો કહેર
રાજકોટમાં વિવિધ સરકારી કચેરીઓમાં પણ કોરોના (Rajkot govt office corona)ના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં શહેરની GST ઓફીસ, પોલીસ કર્મીઓ, એસટી વિભાગ, સહિતની સરકારી કચેરીઓમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. શહેરમાં ગઈકાલે માત્ર એક જ દિવસમાં કોરોનાના 1707 જેટલા કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. જ્યારે હાલમાં 8100 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ ગઈકાલે 1 કોરોનાના દર્દીનું મોત પણ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:
સંશોધનમાં નવો ખુલોસો: COVID-19 દરમિયાન ખાવાની કૂટેવમાં આ રીતે થયો વધારો
Gujarat Corona Update: હાશ.....રાજ્યમાં કોરોનાના કેસોમાં ધટાડો પણ એક જ દિવસમાં 19 લોકોના મૃત્યુ