ETV Bharat / city

ધડાકાભેર અથડાઈ 2 બાઇક, માતાજીના માંડવામાં જઇ રહેલા 2 પિતરાઈ ભાઈ સહિત 3ના મોત - ગુજરાત માર્ગ અકસ્માત

લોધિકા તાલુકા (Lodhika)ના દેવડા ગામ પાસે એક રોડ અકસ્માત (road accident)ની ઘટના બની છે. આ અકસ્માતમાં ધાર્મિક કાર્ય માટે જઇ રહેલા 3 લોકોના મોત નીપજ્યા છે. રસ્તા પર સામસામે બાઇક ધકડાભેર અથડાતા (bike accident) ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મૃત્યુ પામ્યા હતા.

ધડાકાભેર અથડાઈ 2 બાઇક, માતાજીના માંડવામાં જઇ રહેલા 2 પિતરાઈ ભાઈ સહિત 3ના મોત

author img

By

Published : Nov 12, 2021, 8:37 PM IST

  • 2 બાઇક સામસામે અથડાતા 3 યુવકોના મોત
  • બાઇક ધડાકાભેર અથડાતાં ત્રણેય યુવાનો ફંગોળાયા
  • માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા થયા મોત

રાજકોટ: જિલ્લાના લોધિકા (lodhika) તાલુકાના દેવડાગામના પાટિયા પાસે મોડી રાત્રે રોડ અકસ્માત (road accident)ની ઘટના સામે આવી છે, જેમાં દેવડા ગામના પાટિયા પાસે 2 બાઇક સામસામે અથડાતા (bike accident) કુલ 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જેમાં 2 વ્યક્તિ મામા-ફોઇના પિતરાઈ ભાઈ હતા. કાલાવડના કંઢેરા ગામમાં માતાજીના માંડવામાં ત્રણેય યુવાન જતા હતા, ત્યારે દેવડા ગામના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા.

માથામાં ગંભીર ઇજાથી ત્રણેયનાં ઘટનાસ્થળે મોત

રાજકોટના મુંજકા ગામમાં રહેતા અને જસદણના વીરનગર ગામના વતની હર્ષિત તુલસીભાઈ રામાણી કાલાવડ તરફ જતા હતા, ત્યારે જામનગરમાં રહેતા રણછોડ ગોરધનભાઇ વાઘેલા અને મામાનો દીકરો કરસન બચુભાઇ સોલંકી સામેથી બાઇક લઇને આવતા હતા. બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં ત્રણેય યુવાનો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.

એકનો એક દીકરો હતા હર્ષિત અને રણછોડ

રણછોડ કાલાવડ રોડ પરના હરિપર (પાળ) ગામે પોતાના સમાજના માતાજીનો માંડવો હોવાથી કાલાવડના ખંઢેરા ગામે રહેતા મામાના પુત્ર કરસન બચુભાઈ સોલંકી પાસે ગયો હતો અને તેને પોતાની બાઈક પર બેસાડી હરીપર જવા રવાના થયો હતો, ત્યારે દેવડા ગામના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, ભોગ બનનાર હર્ષિત અને રણછોડ તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા, જ્યારે કરસન 2 ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. આ ઉપરાંત રણછોડ મજૂરીકામ કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હર્ષિતનું બાઈક રોંગ સાઈડમાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો: જેતપુરમાં દારૂના દુષણને ડામવા મહિલાઓ આંદોલનના માર્ગે

આ પણ વાંચો: વડોદરામાં નોનવેજની લારીઓ અંગેના નિર્ણય પર કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.