- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- AAPના 3 ઉમેદવારોએ ભર્યું ફોર્મ
- વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ છે. જેમાં આ વખતે આમ આદમી પક્ષ પણ રાજ્યની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની છે. જેને લઈને આજે ગુરુવારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ વોર્ડ નંબર 7ના ત્રણના ઉમેદવાર જેમાં એક મહિલા ઉમેદવારે પણ વિધિવત રીતે પોતાની દાવેદારી નોંધાવી હતી. આપના આ ત્રણેય ઉમેદવારોએ નવી કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
12.39 કલાકના વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ
રાજકોટ આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોએ આજે ગુરુવારે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં 12.39ના વિજય મુહૂર્ત આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા નોંધવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્યત્વે ભાજપ પક્ષ દ્વારા 12.39ના વિજય મુહૂર્તમાં મોટાભાગના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા 12.39 કલાકે ફોર્મ ભરવામાં આવતાં ચર્ચા જગાવી છે. AAPના વોર્ડ નંબર 7ના ઉમેદવાર નૈમિશ પાટડીયા, પરેશ સિંગાળા, જ્યોત્સનાબેન સોલંકીએ ફોર્મ ભર્યું હતું.