રાજકોટઃ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક બજેટ ખોરવાયું છે. ક્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિવિધ પક્ષો દ્વારા વિરોધ અને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
આજે રાજકોટના રેસકોર્સ ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો એક કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ 20 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષણ ફી વધારો અને પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવની સામે આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતા આપના 20 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.