- રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
- જિલ્લા જેલમાં 19 કેદીઓ થયા કોરોના સંક્રમિત
- કોરોના સંક્રમિત કેદીઓને આઇસોલેટ કરાયા
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. એવામાં રાજકોટમાં પણ દરરોજ 500ની આસપાસ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટના પોપટપરા ખાતે આવેલી જિલ્લા જેલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. હાલ રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા 19 કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને હાલ મહાનગરપાલિકા સંચાલિત રેનબસેરા ખાતે આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે જેલમાં અન્ય કેદીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે પણ બે ડોક્ટરોની સાથે મેડિકલ ટીમ સત્તત જેલમાં કાર્યરત રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાના ડોઝની સાથે અપાય છે મ્યુઝિક થેરાપી
કેદીઓ માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા કરાઇ
જેલમાં સજા ભેગવી રહેલા કેદીઓને હાલ પરિવારને પ્રત્યક્ષ રીતે મળવાની મનાઈ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જેલ તંત્ર દ્વારા કેદીઓને જો તેમના પરિવાર સાથે વાત કરવી હોય તો વીડિયો કોલ અથવા ફોન કરીને વાત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે. જેને લઈને કેદીઓ પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે અને વીડિયો કોલમાં તેમને જોઈ પણ શકે. આ સિવાય જ્યારે જેલમાં કોઈ કેદીને પોઝિટિવ આવે તો તેના માટે અલગ બેરેક પણ રાખવામાં આવી છે. જ્યાં તે આયસોલેટ થઈ શકે છે. તેમજ કોઇપણ કેદીને કોરોનાના લક્ષણ દેખાત તો તાત્કાલિક તેનો રેપીટ ટેસ્ટ પણ અહીં કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વે અનુસાર બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાથી સંક્રમિત