- રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર સજાગ
- જિલ્લાની 17 દુકાનો સીલ કરવામાં આવી
- ગ્રાહકો અને દુકાન માલિક પાસે દંડ વસુલવામાં આવ્યો
રાજકોટઃ જિલ્લામાં કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ લોકો ફરજીયાત માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે. કોરોનાનો વ્યાપ શહેરમાં વધી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સોમવારના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સામાજિક અંતર ન જાળવ્યું હોય તેવા કુલ 17 ચા-પાન અને હોટેલોને સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.
17 ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી
1. ખોડીયાર હોટલ એન્ડ પાન, રૈયા રોડ,
2. વચ્છરાજ હોટલ, રૈયા રોડ,
3. મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, નાણાવટી ચોક, ગાંધીગ્રામ,
4. બીગ પોઈન્ટ ચા, નાણાવટી ચોક, ગાંધીગ્રામ,
5. મોમાઈ રેસ્ટોરન્ટ, રૈયા ચોકડી,
6. ક્રિષ્ના ડીલક્સ પાન હોટલ, યુનિ. રોડ,
7. ક્રિષ્ના હોટલ, યુનિ. રોડ,
8. જુલેલાલ પાન શોપ, યુનિ. રોડ,
9. શાહમદાર પ્રોવિઝન સ્ટોર, બાબરીયા મેઈન રોડ,
10. ભારત બેકરી, ગાયત્રી મેઈન રોડ,
11. ભવાની બેકરી, લક્ષ્મીનગર મેઈન રોડ,
12. આશા ટેલીકોમ, કેનાલ રોડ,
13. ખોડીયાર કોલ્ડ્રીંક્સ, સંત કબીર રોડ,
14. માટેલ પાન, સંત કબીર રોડ,
15. આપા ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સંત કબીર રોડ,
16. શક્તિ ટી સ્ટોલ, સંત કબીર રોડ,
17.ગાત્રાળ ટી સ્ટોલ, પારેવડી ચોકનો સમાવેશ થાય છે જે સાત (7) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.