ETV Bharat / city

રાજકોટમાં છ સ્થળોએ આજે 155 લોકોને વેક્સીન અપાઈ - Corona

કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક બની રહેલ કોરોના વેક્સીન 16 જાન્યુઆરીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. ત્યારબાદ આજે રાજકોટ શહેરમાં 6 સ્થળોએ વેક્સીનેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોર સુધીમાં 155 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

રાજકોટમાં છ સ્થળોએ આજે 155 લોકોને વેક્સીન અપાઈ

author img

By

Published : Jan 19, 2021, 7:40 PM IST

  • રાજકોટમાં છ સ્થળોએ આજે 155 લોકોને વેક્સીન અપાઈ
  • ગવર્નમેન્ટ,ખાનગી ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અપાઈ
  • ખાનગી ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફને પણ રસી અપાઈ

રાજકોટઃ આજે અપાયેલ વેક્સીનમાં શહેરના ગવર્નમેન્ટ અને પ્રાઈવેટ ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. કુલ 155 લોકોને આ કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. આજની વેક્સીનેસનમાં કર્નલ ડો. આર.બી.હાપાણીએ પણ વેક્સીન લીધી હતી અને લોકોએ પણ અપીલ કરી હતી કે વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે લોકોએ ડરવાની જરૂર નથી.

શહેરના 6 સ્થળોએ અપાઈ વેક્સીન

આજે 6 સ્થળોએ વેક્સીનેશન કામગીરી કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે 2 બુથ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે 1 બુથ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે 1 બુથ, વોકહાર્ડ હોસ્પિટલ ખાતે 1 બુથ અને ગીરીરાજ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 1 બુથ પર કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.