રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનું કાળચક્ર યથાવત જોવા મળી રહ્યુ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં વધુ 15 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે રવિવારે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં સારવાર લઈ રહેલા કચ્છ, જૂનાગઢ, મોરબી અને રાજકોટ ગ્રામ્યના દર્દીઓના રવિવારે મૃત્યુ પામ્યા છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં કુલ 115 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 31,099 દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 2160 દર્દીઓના અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ રેટ 6.82% નોંધાયો છે. જ્યારે રિકવરી રેટ 52.80% છે. અત્યારે સુધીમાં રાજકોટમાં પોઝિટિવ આવેલા 1120 કોરોનાના દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.