- જૂનાગઢ મનપાએ ગણપતિ વિસર્જનને લઈને ભવનાથમાં અપ્રાકૃતિક કુંડની કરી વ્યવસ્થા
- કુંડમાં રહેલા પાણીમાં પવિત્ર નદી ઘાટ અને સરોવર પાણીનું પુજન કરીને કુંડમાં રહેલા પાણીને પવિત્ર કરાયું
- પવિત્ર જળની પૂજનવિધિમાં ભવનાથ મંડળના સાધુ-સંતો અને મનપાના અધિકારીઓ જોડાયા
જૂનાગઢ: આગામી ગણપતિ વિસર્જનના ધાર્મિક તહેવારને લઈને જૂનાગઢ મનપા દ્વારા વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં જૂનાગઢ મનપા દ્વારા બનાવવામાં આવેલા અપ્રાકૃતિક કુંડમાં પવિત્ર નદી ઘાટ અને સરોવરના પૂજનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમા ભવનાથ મંડળના સાધુ-સંતો જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં અહીં લાવવા આવેલા પવિત્ર નદી ઘાટો અને સરોવરના જળનું પૂજન કરીને તેને અપ્રાકૃતિક ઘાટના પાણીમાં પ્રવાહિત કર્યું હતું. આગામી દિવસોમાં આ કુંડમાં હવે ગણેશ ભક્તો ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરશે.
જળ પ્રદૂષણ ન ફેલાય અને ગણેશભક્તોની ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે મનપાએ કર્યું વિશેષ આયોજન
પાણીનું પ્રદૂષણ ન ફેલાય તેમજ ગણપતિ ભક્તોની ધાર્મિક ભાવનાઓ કોઇ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટે જૂનાગઢ મનપાએ ગણપતિ વિસર્જન માટેના અલગ કુંડની વ્યવસ્થા ઊભી કરી છે. આઠ ફૂટ ઊંડાઈ ધરાવતો આ કુંડ પાણીથી ભરી દેવામાં આવે છે. જેમાં પવિત્ર નદી ઘાટ અને સરોવરનું પાણી પ્રવાહિત કરવામાં આવે છે. જેના કારણે ભવનાથમાં આવેલા દામોદર કુંડ સહિત પવિત્ર ઘાટોમાં મૂર્તિ વિસર્જનને કારણે કોઈ પ્રદૂષણ ન ફેલાય તેમજ ગણપતિ ભક્તોને પવિત્ર જળ સરોવર નદી અને ઘાટના પાણીમાં પ્રતિમાને વિસર્જિત કરવાની ધાર્મિક આસ્થાને હાનિ ન પહોંચે તે માટે અપ્રાકૃતિક કુંડમાં પવિત્ર જળનુ પૂજન કરીને તેમાં તેને પ્રવાહિત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ કુંડમાં ગણપતિની તમામ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.