ETV Bharat / city

World Sleep Day : આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વર્લ્ડ સ્લિપ ડે, તમે પૂરતી ઊંઘ કરો છો? - Sleep Damage for Health

આજે છે વિશ્વ ઉઘ દિવસ માર્ચ મહિનાના બીજા શુક્રવારે સમગ્ર વિશ્વના (World Sleep Day) દેશો ઊંઘ દિવસ મનાવી રહ્યા છે. ઊંઘ શા માટે પ્રત્યેક જીવ માટે જરૂરી છે. ઊંઘ માનવીઓથી લઈને પશુ-પક્ષી અને વનસ્પતિઓ માટે પણ આવશ્યક છે. તો ચાલો જાણીએ વિશ્વ ઊંઘ દિવસનું મહત્વ (Significance of World Sleep Day) અને શા માટે ઊંઘ તમામ જીવો માટે જરૂરી છે

World Sleep Day : આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વિશ્વ ઉઘ દિવસ, તમે પૂરતી ઊંઘ કરો છો?

author img

By

Published : Mar 11, 2022, 2:45 PM IST

જૂનાગઢ : વર્લ્ડ એસોસીએશન ઓફ સ્લિપ મેડિસિન દ્વારા માર્ચ મહિનાના (World Sleep Day) બીજા શુક્રવારે સમગ્ર વિશ્વના લોકો ઊંઘ દિવસની ઉજવણી કરતા આવ્યા છે. કોઈ પણ વ્યક્તિની તંદુરસ્તી માટે ઊંઘ આવશ્યક છે. અને તેને લઈને વર્લ્ડ એસોસીએશન ઓફ સ્લિપ મેડિસિન દ્વારા આજે ઊંઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વનાં 45 ટકા લોકો અપૂરતી ઊંઘ અને અનિદ્રાની કાયમી સમસ્યાથી પીડાઈ રહ્યા છે

આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વિશ્વ ઉઘ દિવસ, તમે પૂરતી ઊંઘ કરો છો?

આ પણ વાંચો: આજે વિશ્વ ઊંધ દિવસ, તમે પૂરતી ઊંઘ કરો છો?

વનસ્પતિઓ માટે પણ છે ઊંઘ મહત્વનું પરિબળ

કોઇ પણ જીવ માટે પૂરતી (Significance of World Sleep Day) ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કે વધારો થાય તો તેની વિપરીત અસર તમામ જીવની તંદુરસ્તી પર થઈ શકે છે. જેની જાગૃતિ માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. માર્ચ મહિનાને નાણાકીય વર્ષનો અંતિમ મહિનો માનવામાં આવે છે. ત્યારે કામ પૂર્ણ કરવાને લઈને આપણે ઓવરટાઈમ સહિત સતત કામ કરતા હોઈએ છીએ. આવી ધેલછાઓને કારણે ઊંઘ ખૂબ ઘટી રહી છે. તબીબી વિજ્ઞાન પણ ઊંઘને ઉત્તમ પ્રકારનું દર્દ નિવારક માને છે. પરંતુ આધુનિકતા અને વધુ આર્થિક સદ્ધર થવા માટે આપણે ઉઘને જાણે કે અજાણે ત્યજીને તંદુરસ્તી માટે (Sleep Damage for Health) ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે

અપૂરતી ઊંઘને લઇને તબીબો શું માની રહ્યા છે

ઊંઘને લઈને જૂનાગઢના તબીબ ડો મનોજ વાસન જણાવ્યું કે, માનવી પશુ પક્ષી અને વનસ્પતિઓ પણ કોઈ ચોક્કસ સમયે ઉંઘ લેવાનું ચૂકતા નથી. ઊંઘની સાથે શરીરમાં થતાં કેટલાક રાસાયણિક ફેરફારોને કારણે દરેક માનવીને ઊંઘ આવતી હોય છે. તબીબી વિજ્ઞાનમાં 8 કલાકની ઊંઘને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વધુમાં તબીબી વિજ્ઞાનમાં ઊંઘના સમયગાળા કરતાં ઊંઘની ગુણવત્તાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે તબીબી વિજ્ઞાન માને છે કે ચાર કલાક જેટલી ગાઢ ઊંઘ એક વયસ્ક માણસ માટે પુર્તિ છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

આ પણ વાંચો: પાણીએ ઉડાડી ઉંઘ, અહીં મધ્યરાત્રીએ મળે છે પાણી...

ઊંઘના સમયમાં ફેરફાર થાય તો જીવતંત્રમાં અડચણ ઊભી થાય

આ ઉપરાંત વિશ્વના કેટલાક ખ્યાતનામ લોકો અને કલાકારો પણ તેમના કામોની સાથે ઊંઘને મહત્વ આપે છે. ઊંઘ મનુષ્ય માટે જ નહીં પરંતુ વનસ્પતિઓ અને પશુ પક્ષીઓ માટે પણ આટલી જ અગત્યની છે. ઊંઘના સમય અને તેની અવધિમાં ફેરફાર થાય તો કુદરત દ્વારા બનાવવામાં આવેલા જીવતંત્રમાં અડચણ ઊભી થાય છે અને અંતે ઓછી ઉંઘ (Happy World Sleep Day 2022) લેનાર પ્રત્યેક જીવના શરીરમાં બીમારીથી લઈને બીજી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.