જૂનાગઢ: આજે હાસ્ય દિવસ (World Laughter Day 2022) ઉજવાઈ રહ્યો છે કોઈ પણ વ્યક્તિને તમામ પ્રકારની ચિંતા માનસિક અસ્થિરતા અને શરીરને હળવું ફૂલ બનાવી આપતા યોગ તરીકે હાસ્યની હવે ધીમે ધીમે સ્વીકૃતિ મળી રહી છે, ત્યારે માનવામાં આવે છે કે હાસ્ય કોઇ પણ વ્યક્તિના જીવનને તણાવથી મુક્ત અને સહજ દિનચર્યા માટે આજે પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આધુનિક સમયમાં કામકાજની દોડભાગની વચ્ચે હાસ્ય આજે ભૂલાતું જાય છે, જેને લઇને હાસ્ય દિવસ ઉજવવાની વિશેષ પરંપરા વર્ષ 1998માં મુંબઈથી શરુ કરવામાં આવી હતી..
હાસ્યના યોગ થકી શરીર નીરોગી અને તણાવમુક્ત
હાસ્ય આજે ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. આધુનિક સમયમાં લોકો હાસ્યને વિસરી રહ્યા છે. મન મૂકીને કરેલું હાસ્ય શરીરમાં તમામ પ્રકારના રોગોના પ્રવેશને અટકાવે છે. જે વાસ્તવિકતા આજે લોકો ભૂલી રહ્યા છે, આપણા ધર્માચાર્યો અને આચાર્યોએ પણ હાસ્યનો યોગ તરીકે આદી અનાદી કાળથી સ્વીકાર કર્યો છે, ત્યારે હાસ્ય થકી વ્યક્તિ ઉર્જાવાન બનવાની સાથે સમાજ જીવનને શાંતિપૂર્ણ બનાવવા માટે પણ હાસ્ય આટલું જ ઉપયોગી અને મહત્વનું માનવામાં આવે છે, ત્યારે જૂનાગઢ (junagadh laughter day)માં પાછલા દસ વર્ષથી કેટલાક સિનિયર સિટીઝન હાસ્ય ક્લબ (Junagadh Laughter club)ની સ્થાપના કરીને આજે જીવનની ઢળતી સાંજ સમા સમયમાં વહેલી સવારે જીવનને તણાવ મુક્ત બનાવવા માટે હાસ્યના યોગ કરીને સ્વાસ્થ્ય તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.
વિશ્વમાં 6 હજાર કરતાં વધુ હાસ્ય ક્લબ
હાસ્ય પ્રત્યેક વ્યક્તિના જીવનનો ભાગ બને તે માટે આજે સમગ્ર વિશ્વમાં હાસ્યની અંદાજીત 6 હજારની આસપાસ ક્લબો કામ કરી રહી છે, જેમાં લાખો લોકો હાસ્યના યોગ કરી જીવનને તણાવ મુક્ત બનાવી રહ્યા છે. હાસ્યને હકારાત્મકતા અને પ્રત્યેક વ્યક્તિને શક્તિશાળી અને ઉર્જાવાન બનાવવાની એકમાત્ર ભાવના ધરાવે છે, હાસ્ય દિવસની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ પણ સમગ્ર વિશ્વની શાંતિ એકતા અને સમગ્ર વિશ્વમાં ભાઈચારાની સાથે સદભાવનાનું સ્થાપન થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે તન-મનની તંદુરસ્તી આપતા હાસ્ય યોગની સ્થાપના કરવામાં આવી હતી અને વર્ષ 1998થી હાસ્ય દિવસની ઉજવણી થઇ રહી છે.
Gujarat Corona Update: આજે રાજ્યમાં 6275 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Corona Booster Dose Appointment : સરળતાથી મળશે ત્રીજી કોરોના રસી, નોંધણી જરૂરી નથી