ETV Bharat / city

World Day Against Child Labour: જૂનાગઢના બાળકો મજૂરી કરતાં જોવા મળ્યાં - બાળમજૂર

આજે સમગ્ર વિશ્વમાં બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2002ની 12 મી જૂનના દિવસે બાળ મજૂરીનું પ્રમાણ ઘટે અને બાળકોને તેના મૌલિક અધિકારો પ્રાપ્ત થાય તે દિશામાં હકારાત્મક અભિગમ કેળવાય તે માટે સમગ્ર વિશ્વમાં ( International Labour Organization ) દ્બારા બાળમજૂરી (child labour) નિષેધ દિવસની ( World Day Against Child Labour ) ઉજવણી શરુ કરવામાં આવી હતી.આજના દિવસે જૂનાગઢમાં શી છે બાળકોની સ્થિતિ તે જાણીએ.

World Day Against Child Labour:  જૂનાગઢના બાળકો મજૂરી કરતાં જોવા મળ્યાં

author img

By

Published : Jun 12, 2021, 4:28 PM IST

  • બાળકોના મૌલિક અધિકારો અને શિક્ષણને લઈને આજના દિવસની કરાય છે ઉજવણી
  • 2002ની 12મી જૂનથી બાળમજૂરી (Child Labour ) વિરોધી દિવસની થઈ હતી શરુઆત
  • જૂનાગઢમાં આજે પણ બાળકો મજૂરી કરતાં જોવા મળી રહ્યાં છે

જૂનાગઢઃ આજે 12 જૂનના દિવસે બાળમજૂરી (Child Labour ) નિષેધ દિવસ ( World Day Against Child Labour ) મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે (Junagadh ) જૂનાગઢમાં કેટલાક બાળકો મજૂરી કરતાં નજરે ચડયાં હતાં. આ દિવસની ઉજવણીને ચોક્કસપણે ઝાંખપ લગાડતાં દ્રશ્યો આજે કેમેરામાં કેદ થયાં છે.

બાળમજૂરો અને બાળમજૂરીનું ( Child Labour ) પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.

આજે સમગ્ર વિશ્વમાં બાળમજૂરી નિષેધ દિવસની ( World Day Against Child Labour ) ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2002ની 12 મી જૂનના દિવસે બાળકોને તેમના મૌલિક અધિકારો પ્રાપ્ત થાય અને પ્રત્યેક બાળક શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે બાળમજૂરી વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પાછલા કેટલાક વર્ષોમાં બાળમજૂર અને બાળમજૂરીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ સમગ્ર વિશ્વ માટે મનોમંથનનો વિષય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશ માટે પણ ચિંતાજનક રીતે વધી રહેલું બાળમજૂરીનું પ્રમાણ આવનારા દિવસોમાં ખૂબ જ માઠાં પરિણામો તરફ લઈ જનારું બની શકે છે. આવા ચિંતાજનક સમયની વચ્ચે જૂનાગઢમાં (Junagadh ) આજે પણ બાળકો બાળમજૂરી ( Child Labour ) કરતા કેમેરામાં કેદ થયાં છે.

કથળતી જતી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ જવાબદાર

વિશ્વના કોઇ પણ દેશ માટે બાળમજૂર અને બાળમજૂરીનું (Child Labour ) પ્રમાણ શરમજનક માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ભારત જેવા દેશમાં બાળમજૂર અને મજૂરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેની પાછળ સામાજિક-આર્થિક અને શૈક્ષણિક નબળાઈઓ કારણભૂત માનવામાં આવી રહી છે. સામાજિક રીતે પછાત વર્ગમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. આવા પરિવારોમાં બાળકો પણ વધુ જોવા મળ્યાં છે જેની સામે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે મોટાભાગના બાળકો બાળપણથી જ બાળમજૂરી તરફ પ્રેરાઈ જતાં હોય છે. આવા બાળકોના માતાપિતાઓ પણ પોતાના સંતાનોને બાળમજૂરી કરવા તરફ જાણે કે અજાણે ધકેલી રહ્યાં છે. મોટો પરિવાર હોવાને કારણે પરિવારનું ભરણપોષણ પણ એટલું જ અગત્યનું પાસું માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક માતાપિતા પોતાના બાળકોની સારસંભાળ અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી ન બને તે માટે પોતાના બાળકોને ઈરાદાપૂર્વક કે અનિચ્છાએ પણ બાળમજૂરી તરફ ધકેલી દે છે.

આ પણ વાંચોઃ Exclusive : બાળકો આપણી પ્રાથમિકતા કેમ નથી? આવું કેમ કહ્યું નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ જુઓ

કૈલાશ સત્યાર્થીએ ( Kailash Satyarthi ) પણ બાળમજૂરીને લઈને અનેકવાર વ્યક્ત કરી છે ચિંતાઓ

બાળકોને તેના મૌલિક અધિકારો અને શિક્ષણ મળી રહે તે માટે ભારતમાં લડાઈના પ્રણેતા કૈલાશ સત્યાર્થીએ ( Kailash Satyarthi ) પણ બાળમજૂરો અને બાળમજૂરીને (Child Labour ) લઈને અનેક વખત ચિંતાઓ વ્યક્ત કરી છે. બાળકોના ઉત્થાન માટે તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને ધ્યાને રાખીને વિશ્વના સર્વોચ્ચ સન્માન નોબલ પારિતોષિકથી તેમનેે સન્માનવામાં આવ્યાં છે. પરંતુ બાળમજૂરી અને બાળમજૂરોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે તે કૈલાશ સત્યાર્થી ( Kailash Satyarthi ) દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનને આંચકા સમાન માનવામાં આવી રહી છે. જે આયુ વર્ગમાં બાળકોના હાથમાં અભ્યાસક્રમને લઈને પુસ્તકો હોવા જોઈએ આવા સમયે બાળક હાથમાં મજૂરી કામના હથિયાર કે કચરાનો થેલો લઈને ફરતાં જોવા મળી રહ્યાં છે. આ દ્રશ્ય આજે પણ ભારત જેવા દેશ માટે ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યાં છે.

સરકારના કાયદાઓ પણ બાળમજૂરો અને બાળમજૂરીને રોકવા માટે અસમર્થ

પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળમજૂરીને (Child Labour ) લઈને અનેક વખત કાયદાઓ બનાવ્યાં છે અને તેમાં સમય રહેતા સંશોધન પણ કરવામાં આવી રહ્યાં છે. ખૂબ જ આકરા કાયદા નીચે બાળમજૂરીનું પ્રમાણ ઘટવાની જગ્યા પર આજે પ્રત્યેક દિવસે વધી રહ્યું છે. તેેની પાછળ સામાજિક આર્થિક અને શૈક્ષણિક નબળી પરિસ્થિતિ જવાબદાર માનવામાં આવી રહી છે. ભારત જેવા સામાજિક-શૈક્ષણિક કે આર્થિક રીતે નબળા સમાજને જ્યાં સુધી ઉન્નત નહીં કરી શકાય ત્યાં સુધી આપણા સમાજમાંથી બાળમજૂર કે બાળમજૂરી પ્રથાને દૂર કરવી ખૂબ જ કપરું કાર્ય આજે પણ માનવામાં આવી રહ્યું છે

આ પણ વાંચોઃ જુનાગઢ બાળસુરક્ષા અધિકારીએ બાળ મજૂરોને છોડાવ્યાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.