ETV Bharat / city

Wildlife Committee Of Parliament : સંસદની વન્યજીવ સમિતિની મુલાકાત બનશે ખાસ, સિંહોને લઈને અનેક નિર્ણયના ભણકારા - સિંહોના સ્થળાંતરનો નિર્ણય

પહેલી મેથી 4 મે દરમિયાન સંસદમાં બનેલી વન્યજીવ સમિતિના (Wildlife Committee Of Parliament) 30 સદસ્યો ગુજરાતની મુલાકાતે આવશે. આ પૈકીના કેટલાક સદસ્યો ગીર અભયારણ્યની મુલાકાતે પણ આવશે. જેઓ સિંહોને લઇને વિધિવત્ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સોંપશે.

Wildlife Committee Of Parliament
Wildlife Committee Of Parliament
author img

By

Published : Apr 29, 2022, 9:26 PM IST

Updated : Apr 30, 2022, 6:50 PM IST

જૂનાગઢ- આગામી 1 થી 4 મે દરમિયાન સંસદની વન્યજીવ સમિતિ (Wildlife Committee Of Parliament)ગુજરાત આવશે. આગામી પહેલી મેથી 4 મે દરમિયાન સંસદમાં બનેલી વન્યજીવ સમિતિના 30 સદસ્યો ગુજરાતની મુલાકાતે આવનાર છે. આ પૈકીના કેટલાક સદસ્યો ગીર અભયારણ્યની મુલાકાતે (wildlife committee gir visit)પણ આવશે. સંસદની બનેલી વન્યજીવ સમિતિ ચાર દિવસ દરમિયાન ગીરનો અભ્યાસ કરીને તેનો વિધિવત્ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોપવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સમિતિ દ્વારા સોંપવામાં આવેલા રીપોર્ટને આધારે ગીરનો અભ્યાસ કરીને આગામી દિવસોમાં વન્યજીવ સુરક્ષા અને તેના સંરક્ષણને લઈને કોઈ (decision on the migration of lions) નવી નીતિ બનાવી શકે છે.

કેટલાક સદસ્યો ગીર અભયારણ્યની મુલાકાતે પણ આવશે

વન્યજીવ સંરક્ષણ સમિતિ સમયાંતરે ગીરની મુલાકાતે આવે છે - ખાસ કરીને એશિયામાં એકમાત્ર ગીરમાં જોવા મળતા સિંહને લઈને આ સમિતિનો (Wildlife Committee Of Parliament)રિપોર્ટ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આમાં વિવિધ રાજકીય પક્ષોના ચૂંટાયેલા સાંસદોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. સંસદની વન્યજીવ સમિતિ ગીરમાં આવેલા વન્ય પ્રાણીઓ ખાસ કરીને સિંહ-દીપડા ગીધ સહિત ગીરમાં જોવા મળતા અનેક પશુ-પક્ષીઓનો અભ્યાસ કરશે. તેમને ગીરમાં ખોરાક રહેઠાણ પાણી અને જંગલનો પર્યાપ્ત વિસ્તાર મળે છે કે કેમ, તેને લઈને પણ તેના સભ્યો પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. ગીરમાં ખાસ કરીને સિંહને લઇને ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરશે તેવું પાછલા અનુભવ પરથી લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજુલા નજીકથી વનવિભાગ દ્વારા સિંહોને ખસેડાયાં, ધારાસભ્યએ કર્યો વિરોધ

આવો બનશે રીપોર્ટ- ગીરમાં સિહોની સુરક્ષા, બીમાર થવાના સંજોગોમાં હોસ્પિટલથી લઈને આધુનિક એમ્બ્યુલન્સ અને અકસ્માતની પરિસ્થિતિમાં સિંહ-દીપડા સહિત વન્યજીવ પ્રાણીઓને બચાવવા માટેના રેસ્ક્યુ અભિયાનને કઈ રીતે આધુનિક કરી શકાય તે બાબતે તેનો રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સુપરત કરશે. આ રિપોર્ટ સુપરત થયા બાદ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ ગીરમાં સિંહ, દીપડા, ગીધ સહિત વન્યપ્રાણીઓના સંરક્ષણ અને તેના સંવર્ધનને લઇને કોઇ અંતિમ નિર્ણય કરશે તેવું લાગી રહ્યું છે.

સંસદની વન્યજીવ સમિતિની મુલાકાત બનશે ખાસ
સંસદની વન્યજીવ સમિતિની મુલાકાત બનશે ખાસ

આ પણ વાંચોઃ રાજ્યની પ્રગતિશીલ સરકાર 674 સાવજોને સાચવવામાં નિષ્ફળ રહી છે, સિંહોનું સ્થળાંતર રોકવા રજૂઆત

કુલ 283 જેટલા સિંહોના મોત -વિધાનસભામાં સિંહને લગતી માહિતી રજૂ થયા બાદ કેન્દ્રીય સમિતિનું (Wildlife Committee Of Parliament)ગીરમાં આગમન તાજેતરમાં જ પૂર્ણ થયેલા ગુજરાત વિધાનસભાના સામાન્ય અંદાજપત્રમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીરમાં 674 જેટલા સિંહો અંતિમ વસ્તી ગણતરીમાં જોવા મળ્યા હતાં. જે પૈકી પાછલા બે વર્ષમાં અકસ્માત દરમિયાન 29 અને કુદરતી રીતે 254 મળીને કુલ 283 જેટલા સિંહોના મોત થવા પામ્યા છે. રાજ્ય સરકારનો વિધાનસભામાં સ્વીકાર થયા બાદ કેન્દ્રીય વન્ય જીવ સંરક્ષણ સમિતિની ગીરની મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવે છે. આ સમિતિના સભ્યો સિંહને વિશ્વની સૌથી સારી તબીબી સુવિધાઓ ગીર વિસ્તારમાં મળી શકે તેમજ આધુનિક સિંહ એમ્બ્યુલન્સને લઈને પણ રિપોર્ટ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગને સુપરત કરશે.

સિંહને મધ્યપ્રદેશ ખસેડવાનો મુદ્દો ફરી એક વખત આવી શકે છે સપાટી પર - કેન્દ્રીય વન્ય જીવ સંરક્ષણ સમિતિની (Wildlife Committee Of Parliament) ગીરની મુલાકાતમાં સૌથી ચર્ચાસ્પદ અને જેના પર જેતે સમયે ગુજરાતમાં સૌથી વધારે વિરોધ થયો છે તેવા ગીરના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાનો મુદ્દો પણ ફરી એક વખત સપાટી પર આવી શકે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેનની સરકારમાં ગીરના સિંહોને મધ્યપ્રદેશ મોકલવાનો મુદ્દો સપાટી પર આવ્યો હતો. જે તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા એ સમયે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ગીરના સિંહોને મધ્યપ્રદેશ લાવવાની માંગ કરી હતી. બન્ને રાજ્ય સરકારોની સહમતી હતી, પરંતુ જે-તે સમયે કેન્દ્રમાં રહેલી યુ.પી.એ સરકારે સિંહોના સ્થળાંતરને મંજૂરી આપી ન હતી. ત્યારબાદ મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થતાં કોંગ્રેસના કમલનાથ મુખ્યપ્રધાન બન્યા હતાં, ત્યારે તેમણે ગીરના સિંહોને મધ્યપ્રદેશ મોકલવાની માંગ કરી હતી. ત્યારથી સિંહના સ્થળાંતરનો મુદ્દો ગુજરાતમાં દર ચૂંટણી વખતે ઉપસી રહ્યો છે. આ જોતા જ, ફરી એક વખત ચૂંટણીના સમયમાં કેન્દ્રીય વન્ય જીવ સંરક્ષણ સમિતિ ગીરની મુલાકાતે આવનાર છે, ત્યારે ફરી એક વખત સિંહના સ્થળાંતરનો મુદ્દો ચર્ચાસ્પદ બને તો નવાઈ નહીં.

Last Updated : Apr 30, 2022, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.