- જૂનાગઢમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડોઉનની શક્યતા
- આગામી દિવસોમાં વધુ વ્યાપારી સંકુલો સ્વૈચ્છિક રીતે બંધ થાય તેવી શક્યતા
- કોરોના સંક્રમણને ડામવા હવે વેપારીઓ મેદાનમાં આવી રહ્યા છે
જૂનાગઢ: કોરોનાનું સતત વધી રહેલું સંક્રમણ હવે ભયાવહ બનતું જાય છે. આવી પરિસ્થિતિમાં હવે વેપારીઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનના રસ્તે ચાલવા નીકળી પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢના કાળવા ચોકથી લઈને તળાવ દરવાજા સુધીના વ્યાપારિક સંકુલો બપોરના 2 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. સતત વધી રહેલું સંક્રમણ હવે જૂનાગઢમાં પણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે, આવી પરિસ્થિતિમાં વેપારીઓએ સ્વૈચ્છિક તેમના વેપાર, રોજગાર-ધંધા બંધ રાખીને લોકડાઉન કરવા તરફની પહેલ કરી ચૂક્યા છે. જેના ભાગરૂપે આ વિસ્તારની તમામ દુકાનો બપોરના 2 બાદ બંધ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ દ્વારા સાંજના 5 વાગ્યા પછી લાગુ કરાયું સ્વૈચ્છિક લોકડાઉન
વ્યાપારિક સંકુલો સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણય પર અમલવારી કરી શકશે
જૂનાગઢના કાળવા ચોકથી લઈને જયશ્રી રોડ અને તળાવ દરવાજા સુધીના અલગ-અલગ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે તેમના ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો વેપારીઓ એક સાથે ધીમે ધીમે સહમત થતા નજરે પડશે તો તેવું બની શકે કે આગામી દિવસોમાં જૂનાગઢ શહેરના તમામ ધંધા-રોજગાર અને નાની-મોટી દુકાનો બપોરના 2 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ હશે. આ ઉપરાંત, શાકભાજીનું વેચાણ પણ બપોરના 2 વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોરોનાના વધતા કેસોની સામે ઉપલેટાના વેપારીઓ પાળશે સ્વયંભૂ બંધ