- ગીર વિસ્તારમાં અદભૂત અને આશ્વર્યજનક સિંહોનો વીડિયો થયો વાયરલ
- ગાયની ગમાણમાં આવી ચડેલા સિંહો ગાયને નુકસાન કર્યા વગર પરત ફર્યા
- સોશિયલ મીડિયામાં વીડિયો રામ રાખે તેને કોણ ચાખે તેવા ટેગ સાથે થયો વાયરલ
જૂનાગઢ: ગીર વિસ્તારમાં સિહોનો અદભુત અને અવિસ્મરણીય વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગાયની ગમાણમાં 3 ગાયો બાંધેલી જોવા મળી હતી. તેની બિલકુલ સામે 3 જેટલા વનરાજો પણ આટાફેરા મારી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો એટલો અદ્ભુત છે કે શિકારી સામે હોવા છતાં પણ ગમાણમાં બાંધેલી ગાયો બિલકુલ વિચલિત થયા વગર વનરાજાની ચહેલ પહેલ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખતી હોય તે પ્રકારે વિડીયોના દૃશ્યો સામે આવ્યા છે.
આ પણ વાંચો: દેવડીયા આંબરડી અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજથી પ્રવાસીઓ માટે ખૂલશે
સિંહોની બાજુમાં ગાયો હોવા છતા શિકાર કર્યા વગર પરત ફર્યા
સામાન્ય સંજોગોમાં સિહો શિકારને લઈને ખૂબ જ ચપળતા દાખવતા હોય છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં શિકાર બિલકુલ બાંધેલી હાલતમાં જોવા મળે છે. આસાન શિકાર કહી શકાય તેવા પ્રસંગોમાં પણ સિંહોએ ગાયોનો શિકાર કરવાનું ટાળ્યું હતું અને થોડા સમય સુધી ગમાણમાં આંટાફેરા મારીને શિકાર કર્યા વગર બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં જે પ્રકારે સિંહોની હલન ચલન જોવા મળી રહી છે તે મુજબ એટલું કહી શકાય કે સિહો અકસ્માતે ગાયોની ગમાણમાં આવી ચડ્યા હતા. તેઓ પણ અહીંથી નીકળવાનો માર્ગ શોધી રહ્યા હોય તે પ્રકારે બેબાકળા બનીને હલનચલન કરી રહ્યા હતા. આ વીડિયો ક્યાં વિસ્તારનો છે અને કેટલો જૂનો છે તે અંગે ETV Bharat કોઈ પ્રમાણિત કરતું નથી. પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે તે દ્રશ્ય ખૂબ જ અદભુત જોવા મળી રહ્યા છે. જેને કારણે આ વિડીયો ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢના ધારાસભ્યએ કર્યો ગેરકાયદેસર સિંહ દર્શનનો આક્ષેપ