- જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં માવઠાનો માર
- કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન
- હજુ પણ 24 કલાક વરસાદની આગાહી ઘેડ પંથકમાં કમોસમી વરસાદ
જૂનાગઢઃ શુક્રવારે વહેલી સવારથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા પંથકમાં કમોસમી વરસાદ પડતાં રવિ પાકોને નુકસાન થવાની ચિંતા જગતના તાતને સતાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક દરમિયાન માવઠા રૂપી કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે શુક્રવારના વરસાદે રવિ પાક ઉપર ખૂબ મોટી નકારાત્મક અસરો પાડી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9854380_a.jpg)
ચોમાસું બાદ રવિ સિઝન પર પણ કમોસમી વરસાદનો માર
ચોમાસા દરમિયાન અતિભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળતો હતો. આ પરિસ્થિતિમાં ચોમાસું પાક તરીકે લેવાતા મગફળી, કપાસ અને કેટલાક વિસ્તારોમાં કઠોળના પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું, ત્યારે ચોમાસા દરમિયાન પડેલો સારો વરસાદ રવિ સિઝનમાં આશીર્વાદરૂપ સાબિત થશે તેવું ખેડૂતો માની રહ્યા હતા, પરંતુ રવિ સિઝનની શરૂઆતમાં આફત રૂપી કમોસમી વરસાદ પડતાં બાજરી, ઘઉં, મકાઈ, ડાંગ સહિતનો કેટલાક રવિ પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.