ETV Bharat / city

બે દિવસ પૂર્વે વકીલ નિલેશ દાફડાની કરાઇ હત્યા, પત્નિએ જ હત્યા કરી હોવાનું આવ્યું સામે

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી મંગલધામ સોસાયટીમાં વકીલનું ગળું કાપીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યાને નિપજાવવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે મૃતક નિલેશ દાફડાના પત્નિએ જ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. નિલેશ દાફડાને દારૂ પીવાની ટેવ હોવાના કારણે તેમની પત્ની કાજલબેને રવિવારે રાત્રિના સમયે તેના ઘરમાં તિક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યાને અંજામ આપ્યો હતો.

વકીલ નિલેશ દાફડા
વકીલ નિલેશ દાફડા
author img

By

Published : Sep 7, 2021, 5:15 PM IST

  • પોલીસે પુરાવા એકત્ર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
  • વકીલ નિલેશ દાફડાની કરાઇ હત્યા
  • પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી

જૂનાગઢ- જૂનાગઢના મધુરમ વિસ્તારની મંગલધામ સોસાયટીમાં રાત્રિના સમયે વકીલ નિલેશ દાફડાની ઘરમાં તિક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા નિપજાવવાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સોમવારે સવારે જૂનાગઢ પોલીસને થતાં વિભાગીય પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તપાસ માટે રવાના થયો હતો. હત્યાના સંબંધિત પુરાવાઓ એકત્ર કરીને હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

શંકાના આધારે મૃતક નિલેશ દાફડાની પત્ની સહિત કેટલાક લોકોની પૂછપરછ કરાઇ

ઘટનાસ્થળ પરથી પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક નિલેશ દાફડાની હત્યા તેના પરિચિત કે પરિવારજનો દ્વારા કરવામાં આવી હશે અથવા તો તેમાં તેઓ સામેલ હશે. તેવી શંકાના આધારે મૃતક નિલેશ દાફડાની પત્ની સહિત કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આજે ઘટસ્ફોટ થયો છે.

વકીલ નિલેશ દાફડાની હત્યા

હત્યા મૃતકના પત્નીએ કરી હોવાનો થયો ઘટસ્ફોટ

હત્યાકાંડના પગલે પોલીસ તપાસ કરી રહી હતી, આ દરમિયાન શંકાના આધારે મૃતક નિલેશ દાફડાના પત્નિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ પૂછપરછને અંતે પત્નિએ જ તેમના પતિ નિલેશ દાફડાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

મૃતક નિલેશને દારૂ પીવાની ટેવ હોવાના કારણે ઝઘડા થતા હતા

પોલીસ કબૂલાતમાં જણાવ્યું હતું કે, મૃતક નિલેશને દારૂ પીવાની ટેવ હતી. જેના કારણે ઘરમાં અનેક વખત કજીયા અને કંકાસનુ વાતાવરણ ઉભુ થતું હતું, ત્યારે ગત રવિવાર અને પાંચ તારીખની મોડી રાત્રિએ જ્યારે નિલેશ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, ત્યારે તેનુ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો આજે જિલ્લા પોલીસ વડાએ ખુલાસો કરીને હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખતા મૃતક નિલેશ દાફડાના પત્નિની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.