ETV Bharat / city

સંસ્કાર અને સંસ્કૃતિને જોડતા પુલ સમાન અનુવાદ સાહિત્યમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે - ડેવિડ થોરો

આધુનિક સમય અને ટેક્નોલોજીના ઘોડાપૂરની વચ્ચે આજેપણ અનુવાદ એટલો જ પ્રસ્તુત જોવા મળી રહ્યો છે. તેના કારણે આજે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી પણ થઈ રહી છે. જુઓ, આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ નિમિત્તે ETV BHARATનો વિશેષ અહેવાલ...

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ
author img

By

Published : Sep 30, 2020, 5:48 PM IST

જૂનાગઢ : 30 સપ્ટેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ. આજના આધુનિક અને ટેક્નોલોજીના સમયમાં પણ અનુવાદ પોતાનું અદકેરૂ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. સમગ્ર વિશ્વની સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્ય અનુવાદ વગર દેશ અને વિદેશના સીમાડાઓ ઓળંગી શક્યા ન હોત. ત્યારે આજે આંગળીના ટેરવે ચાલતી દુનિયાની કલ્પના અનુવાદ વગર શક્ય ન બની શકી હોત.

International Translation Day
સમગ્ર વિશ્વમાં 30 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં 30 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અનુવાદ એ સમગ્ર વિશ્વના સંસ્કારો સંસ્કૃતિ અને સાહિત્યનો સુમેળ સાધીને વૈશ્વિક સમાનતાની દિશામાં અનુવાદ એક અદકેરું મહત્વ ધરાવે છે. વિશ્વના સંસ્કારો અને સંસ્કૃતિ અનુવાદ વગર આજે સંકુચિત બનીને રહી ગયા હોત, પરંતુ અનુવાદે સમગ્ર વિશ્વના સાહિત્ય અને સંસ્કૃતિને એક સાથે લાવીને સંસ્કારોના સિંચનમાં ખૂબ મહત્ત્વનો અને પાયાનો ભાગ ભજવ્યો છે.

International Translation Day
વોરન હેસ્ટિંગ્સ, ડેવિડ થોરો, કવિ ભાલણ, રવિન્દ્રનાથ ટાગોર, સેકસપિયર અને ઓથેલો જેવા વિશ્વના મહાન સાહિત્યકારોની રચનાઓ આપણા સુધી પહોંચાડવામાં અનુવાદનું ખૂબ જ મહત્વનું સ્થાન છે

અનુવાદ એ સંસ્કાર અને સંસ્કૃતિ વચ્ચેના જોડતા પુલ સમાન છે અને તેના સુયોગ્ય સુમેળ અને સમન્વયથી સાહિત્યનું નિર્માણ થાય છે. કોઈ એક સંસ્કૃતિ કે સંસ્કાર અનુવાદ વગર ક્યારેય પૂર્ણ થતા નથી. વોરન હેસ્ટિંગ્સ, ડેવિડ થોરો, કવિ ભાલણ, રવિન્દ્રનાથ ટાગોર, સેકસપિયર અને ઓથેલો જેવા વિશ્વના મહાન સાહિત્યકારોની રચનાઓ આપણા સુધી પહોંચાડવામાં અનુવાદનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. જે આજે આધુનિક ટેક્નોલોજીના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે જેટલું આજથી 100 કે 500 વર્ષ પહેલા જોવા મળતું હતું.

સંસ્કાર અને સંસ્કૃતિને જોડતા પુલ સમાન અનુવાદ સાહિત્યમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે

30 સપ્ટેમ્બરે અનુવાદ દિન કેમ?

30 સપ્ટેમ્બરની પસંદગી પાછળનું કારણ છે, સેન્ટ જરોમ, જેમને બાઇબલનો અનુવાદ કર્યો હતો. તેમને અનુવાદકોના ગુરુ ગણવામાં આવે છે. ઇટાલીના સેન્ટ જરોમે ન્યૂ ટેસ્ટામેન્ટની ગ્રીકમાં રહેલી હસ્તપ્રતમાંથી રોમનમાં અનુવાદ કર્યો હતો. તેમને હિબ્રૂમાં રહેલા કેટલાક ગોસ્પેલનો અનુવાદ પણ ગ્રીકમાં કર્યો હતો. તેમને પોતે ઇલિરિયન કૂળના હતા અને તેમની માતૃભાષા ઇલિરિયન બોલી હતી. શાળામાં તેમને લેટિન ભણ્યા અને પ્રવાસ દરમિયાન ગ્રીક અને હિબ્રૂના પણ જાણકાર બન્યા. પ્રવાસ દરમિયાન બેથલહેમમાં 30 સપ્ટેમ્બર ઇસવીસન 420માં તેમનું અવસાન થયું હતું.

તેમની યાદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી 2005થી ઉજવણી શરૂ થઈ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી સ્ટાફ માટે તથા સાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ટ્રાન્સલેશન સ્પર્ધાનું આયોજન પણ થાય છે. અરબી, ચીની, ઇંગ્લીશ, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મન ભાષામાં થયેલા ઉત્તમ અનુવાદોને ઇનામ આપવામાં આવે છે.

અનુવાદનું મહત્ત્વ

ભાષાંતર માત્ર સાંસ્કૃતિક આદાનપ્રદાન જ નહિ, અનેક રીતે ઉપયોગી છે. આજના યુગમાં જ્ઞાનની આપલે ઉપરાંત વેપાર પણ માટે પણ તે અનિવાર્ય છે. કંપનીઓ દુનિયાભરમાં ગ્રાહકો ધરાવતી હોય ત્યારે તેમની સાથે તેમની ભાષામાં સંવાદ માટે અનુવાદ અનિવાર્ય બને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.