ETV Bharat / city

આજે પોષી પૂનમ, ગિરનાર પર્વત પર મા અંબાના શક્તિપીઠમાં થશે ઊજવણી

આજે પોષી પૂનમના પાવન દિવસે જગત જનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગિરનાર પર્વત પર મહાપૂજા ધ્વજારોહણ અને મહાઆરતી સાથે મા અંબાના પ્રાગટ્ય દિવસને ધાર્મિક આસ્થા અને વિધિવિધાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે પોષી પૂનમ, ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના શક્તિપીઠમાં થશે ઊજવણી

author img

By

Published : Jan 28, 2021, 10:05 AM IST

  • આજે પોષી પૂનમ એટલે મા અંબાનો ગિરનાર પર્વત પર પ્રાગટ્ય દિવસ
  • 52 શક્તિપીઠ પૈકી નવમી શક્તિપીઠ ગિરનાર પર્વત પર આંબાના રૂપમાં પૂજાઇ રહી છે
  • મા પાર્વતીના દેહના 52 ટુકડા પૈકી એક ટુકડો ગિરનાર પર્વત પર પડતા અહીં ઉદયન શક્તિપીઠ સ્થપાયું
  • આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી અંબાનો પ્રાગટ્ય દિવસની થશે ઉજવણી

જૂનાગઢઃ ગરવા ગઢ ગિરનાર પર બિરાજમાન અંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે. 52 શક્તિપીઠ પૈકી ગિરનાર પર્વત પર આવેલી શક્તિપીઠને ઉદયન પીઠ તરીકે હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. ત્યારે આદી અનાદીકાળથી ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના પ્રાગટ્ય દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાઠ, હોમ-હવન, અભિષેક, ધ્વજારોહણ અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે પોષી પૂનમ, ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના શક્તિપીઠમાં થશે ઊજવણી
આજે પોષી પૂનમ, ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના શક્તિપીઠમાં થશે ઊજવણી

આ શક્તિપીઠ ઉદયન પીઠ તરીકે હિન્દૂ ધર્મગ્રંથોમાં તેનું વર્ણન કરાયું છે

માતાજીની બાવન શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત પર આવેલી આ શક્તિપીઠ ઉદયન પીઠ તરીકે હિન્દુ ધર્મગ્રંથોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં, માતાજીના ઉદરનો ભાગ પડ્યો હોવાથી તેને ઉદયન શક્તિપીઠ તરીકે હિન્દૂ ધર્મમાં ઓળખવામાં આવે છે.

દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કરતાં માતા પાર્વતીએ દેહનો ત્યાગ કર્યો જે 52 શક્તિપીઠ પૂજાઈ રહી છે

સોરઠના પ્રભાસ ક્ષેત્ર એવા ગરવા ગિરનારની ટોચ પર બિરાજમાન મા અંબાનો પ્રાગટ્ય દિવસ માઈ ભક્તોની હાજરી માતાજીને શણગાર કરવામાં આવશે. આ સાથે ગંગાજળ અને દૂધથી માતાજીનો અભિષેક સાથે મંદિરમાં શિખર પર ધ્વજારોહણ બાદ મહાઆરતી સાથે માતાજીને પ્રસાદ ધરી બાદમાં ભાવિકોને પ્રસાદ અર્પણ કરવામાં આવશે. પુરાણ કથામાં ઉલ્લેખ થયા મુજબ પ્રજાપતિ રાજા દક્ષે બૃહસ્પતીષ્ઠ નામના એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને આમંત્રિત કર્યા હતા, પરંતુ તેમના જમાઈ શિવને આમંત્રણ ન આપતા સતી પાર્વતીને શિવની આજ્ઞા ન હોવા છતાં પાર્વતી યજ્ઞમાં પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પતિની નિંદા સહન ન થતાં પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યજી દીધો ત્યારબાદ વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે પાર્વતીના નિષ્પ્રાણ દેહના 52 ટુકડા કરીને તેને પૃથ્વી પર વિસર્જિત કર્યા હતા. આ ટુકડા જે સ્થળ પર પડ્યા હતા ત્યાં માતાજીની શક્તિપીઠો નિર્માણ પામી હતી. આ પૈકી એક ટુકડો ગિરનાર પર્વત પર પડ્યો હતો ત્યારથી ગિરનાર પર્વત પર અંબાજી માતાની શક્તિપીઠ તરીકે આદી અનાદીકાળથી પૂજા થતી આવે છે.

52 શક્તિપીઠ પૈકી નવમી શક્તિપીઠ ગિરનાર પર્વત પર આંબાના રૂપમાં પૂજાય રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.