ETV Bharat / city

આજે કેવડા ત્રીજ નિમિત્તે જૂનાગઢમાં મહિલાઓએ મહાદેવની પૂજા કરી - સૌભાગ્યવતી સ્ત્રીઓ

આજે કેવડા ત્રીજનો તહેવાર ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં મહિલાઓએ કેવડા ત્રીજના દિવસે મહાદેવની પૂજા કરીને ઉજવણી કરી હતી. આ દિવસે ત્રીજ હસ્તી નક્ષત્રયુક્ત હોવાને કારણે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. તેવી ધાર્મિક માન્યતાને લઈને કેવડા ત્રીજનું વ્રત ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવે છે

આજે કેવડા ત્રીજ નિમિત્તે જૂનાગઢમાં મહિલાઓએ મહાદેવની પૂજા કરી

author img

By

Published : Sep 9, 2021, 2:52 PM IST

  • આજે છે કેવડા ત્રીજ, મહાદેવની પૂજા કરવાનું છે ધાર્મિક મહત્ત્વ
  • સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારિકાઓ કરે છે મહાદેવની પૂજા
  • જૂનાગઢમાં મહિલાઓએ મહાદેવની પૂજા-અર્ચના કરી
સૌભાગ્યવતી મહિલાઓ અને કુંવારિકાઓ કરે છે મહાદેવની પૂજા

જૂનાગઢઃ આજે કેવડા ત્રીજનો તહેવાર છે. આ દિવસ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. કેવડા ત્રીજનું વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ જ દિવસે ત્રીજ હસ્તી નક્ષત્રયુક્ત હોવાને કારણે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. તેવી ધાર્મિક માન્યતાને લઈને કેવડા ત્રીજનું વ્રત ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવે છે.

આ પણ વાંચો- જાણો, શા માટે કેવડા ત્રીજના દિવસે મહાદેવ પર કેવડાની સાથે અર્પણ થાય છે તેનું પુષ્પ

મહાદેવ પર કેવડાની સાથે તેનું પુષ્પ અર્પણ કરવાની છે ધાર્મિક માન્યતા

આજે કેવડા ત્રીજના પાવન પર્વે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા મહાદેવનું પૂજન કરીને આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું હોવાને કારણે તેમ જ પાર્વતીજી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા સ્ત્રીઓ કેવડા ત્રીજના તહેવારની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે કરે છે. કેવડા ત્રીજના દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. સર્વોત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે અપરિણીત યુવતીઓ પણ આ વ્રત રાખે છે. આપણી ધાર્મિક માન્યતા અનુસાર, શિવને પતિ સ્વરૂપ મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યુ હોવાનું માનવામાં આવે છે.

જૂનાગઢમાં મહિલાઓએ મહાદેવની પૂજા-અર્ચના કરી
આ પણ વાંચો- ગ્રેનેડ બ્લાસ્ટના પગલે શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોઆ ત્રીજ હરિતીલાકી ત્રીજ તરીકે પણ ઓળખાય છે

કેવડા ત્રીજને હરિતીલાકી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે રેતીમાંથી 5 શિવલિંગનું નિર્માણ કરીને તેની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. આજના દિવસે માતા પાર્વતી દ્વારા મહાદેવની પૂજા કરીને તેમને કેવડો અર્પણ કર્યો હતો ત્યારથી આજના એક દિવસ પૂરતો મહાદેવને કેવડો અર્પણ કરવામાં આવે છે, જેની સાથે તુલસી, મંજરી, જનોઈ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.