ETV Bharat / city

દિવાળી પછીના ત્રણ દિવસ 52,871 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત - પ્રાણી સંગ્રહાલયને સારી આવક

દિવાળી નિમિત્તે તમામ લોકોને રજા હોવાથી લોકો અનેક સ્થળે ફરવા જતા હોય છે. આ જ રીતે જૂનાગઢમાં પણ દિવાળીની રજાના દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા હતા. તેવામાં જૂનાગઢમાં આવેલા એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તહેવારના ત્રણ દિવસ દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળી હતી. આ ત્રણ દિવસ દરમિયાન અહીં 52,871 જેટલા પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેના કારણે પ્રાણી સંગ્રહાલયને સારી એવી આવક મળી છે.

દિવાળી પછીના ત્રણ દિવસ 52,871 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત

author img

By

Published : Nov 8, 2021, 11:49 AM IST

  • સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં તહેવારોના ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો
  • છેલ્લા 3 દિવસ દરમિયાન 52,871 જેટલા પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત
  • પ્રવાસીઓ થકી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને 9,64,790 રૂપિયાની અંદાજિત આવક થઈ

જૂનાગઢઃ એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તહેવારના ત્રણ દિવસો દરમિયાન 52,871 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેના કારણે પ્રાણી સંગ્રહાલયને 9,64,790 રૂપિયા જેટલી આવક થઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા અને તહેવારોનો સમય મુક્ત મને માણતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો- Happy new year: અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા

પ્રવાસન ગતિવિધિને સારો પ્રતિસાદ મળ્યો

દિવાળીના તહેવારો શરૂ થતાં જ પ્રવાસન ગતિવિધિને ભારે પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો જૂનાગઢમાંથી સામે આવી રહ્યા છે. દિવાળી અને નવા વર્ષના તહેવારોના ત્રણ દિવસ દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વયસ્ક બાળકો અને વડીલોએ મળીને કુલ 52,871 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 5, 6 અને 7 નવેમ્બરે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. આના કારણે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને 9,64,790 રૂપિયા જેટલી અંદાજિત આવક થઈ હતી.

પ્રવાસીઓ થકી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને 9,64,790 રૂપિયાની અંદાજિત આવક થઈ

આ પણ વાંચો- દિવાળીના તહેવારને લઈ ST સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ, આ વર્ષે આટલા ટકાનો વધારો

કોરોના સંક્રમણ બાદ 2 વર્ષ પછી પ્રવાસન ગતિવિધિને મળી રહ્યો છે ભારે વેગ

કોરોના સંક્રમણને કારણે છેલ્લા 2 વર્ષથી તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિ ઠપ્પ થઈ ગઈ હતી ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે દૂર થતાં પ્રવાસન ગતિવિધિને ભારે વેગ મળી રહ્યો છે. તહેવારના સમય દરમિયાન પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવકુમારે જણાવ્યું હતું કે, તહેવારોના સમયમાં લોકોએ ખૂબ સારો ઉત્સાહ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પ્રાણીઓને નિહાળવા માટે દર્શાવ્યો છે. આ સાબિત કરે છે કે, ધીમે ધીમે હવે લોકોના મન પરથી કોરોનાનો ડર દૂર થઈ રહ્યો છે અને લોકો મુક્ત મને પ્રવાસન ગતિવિધિમાં જોડાઈ રહ્યાં છે. આને કારણે આગામી દિવસોમાં સંક્રમણ સંપૂર્ણપણે દૂર થયે ખાસ કરીને જૂનાગઢનાં પ્રવાસન ક્ષેત્રોમા પ્રવાસન ગતિવિધિને વધુ વેગ મળતો જોવા મળશે તેવું તેમણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.