ETV Bharat / city

કોરોના જંગ, ધર્મગુરુઓએ પણ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ - junagadhnews

કોરોના વાઇરસનો ગંભીર ગણી શકાય તે પ્રકારનો સમયગાળો શરૂ થઇ રહ્યો છે. તબીબી વિજ્ઞાન આ સમયગાળાને લૉકડાઉન તરીકે ઓળખાવે છે અને આ સમયગાળામાં કોરોના વાઈરસ વધુ ઘાતક બની શકે છે. ત્યારે હજુ પણ લૉકડાઉનને લઈને લોકો ગંભીર બની રહ્યા નથી. તેને ધ્યાને રાખીને હવે તમામ ધર્મ ગુરુઓએ પણ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 29, 2020, 4:27 PM IST

જૂનાગઢ : કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાઇરસના ગંભીર ખતરાને પહોંચી વળવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ લોકો લૉકડાઉનને આજે પાંચમા દિવસે પણ ગંભીરતાથી લઈ રહ્યાં નથી. તેમજ કોરોના વાઇરસનો ઈન્ક્યુબેટર તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે.

ધર્મગુરુઓએ પણ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ

તબીબી વિજ્ઞાન આ તબક્કાને ખૂબ જ ગંભીર માની રહ્યુ છે. આ સમયગાળા દરમિયાન કોરોના વાઈરસ તેની તીવ્રતમ અસરો બતાવતો હોય છે. જેને કારણે હજારો લોકો ઘાતક કોરોના વાઈરસના સકંજામાં આવી શકે છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન લૉકડાઉનના સમયે જે પ્રકારે શહેરનો માહોલ જોવા મળી રહ્યો હતો. તે મુજબ શહેરીજનો લૉકડાઉનને ગંભીરતાથી લેતા નથી. જેને લઈ જૂનાગઢના હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ ગુરુઓએ પણ લોકડાઉન તબક્કામાંથી પસાર થઈ રહેલા કોરોના વાઇરસ પ્રત્યે લોકોને વધુ ગંભીર બનીને શહેરમાં બહાર ન નીકળવું અને પોતાના ઘરની લક્ષ્મણ રેખાને ન ઓળંગવાની અપીલ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.