ETV Bharat / city

દેવ ઉઠી અગિયારસના દિવસે જૂનાગઢના ભવનાથમાં પરિક્રમા રૂટ જોવા મળ્યો સૂમસામ

author img

By

Published : Nov 25, 2020, 2:13 PM IST

25 નવેમ્બરના રોજ દેવ ઉઠી અગિયારસ છે. આ દિવસે જૂનાગઢના ભવનાથમાં લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. જેને લઇને ભવનાથ યાત્રિકો વિના સુમસામ જોવા મળી રહ્યું છે.

દેવ ઉઠી અગિયારસના દિવસે જૂનાગઢના ભવનાથમાં પરિક્રમા રૂટ જોવા મળ્યો સૂમસામ
દેવ ઉઠી અગિયારસના દિવસે જૂનાગઢના ભવનાથમાં પરિક્રમા રૂટ જોવા મળ્યો સૂમસામ
  • અનાદી કાળથી આયોજિત થતી લીલી પરિક્રમા રદ
  • ભવનાથની તળેટી અને પરિક્રમા રુટ સૂમસામ ભાસ્યો
  • સરકારના નિર્ણયને પરિક્રમાર્થીનો સહકાર

જૂનાગઢઃ 25 નવેમ્બરના રોજ દેવ ઉઠી અગિયારસ છે. આ દિવસે શહેરના ભવનાથમાં લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. જેને લઇને ભવનાથ યાત્રિકો વિના સુમસામ જોવા મળી રહ્યું છે.

ભવનાથ તળેટી પર પરિક્રમા રદ થયાની અસર

દિવાળી પર્વના 11 દિવસ બાદ કારતક સુદ 11ના દિવસે દેવ ઉઠી અગિયારસ ઉજવવામાં આવે છે, ત્યારે શહારના ગરવા ગિરનાર પર અનાદી કાળથી લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે અનાદી કાળથી આયોજિત થતી આવતી લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે ભવનાથ તળેટીના માર્ગો અને ખાસ કરીને પરિક્રમા રૂટ પરિક્રમાર્થીઓ વિના સુમસામ જોવા મળી રહ્યા છે. આ માર્ગ પર દર વર્ષે આજના દિવસે માનવ મહેરામણ ઉમટતો હોય છે. '

સરકારના નિર્ણયને પરિક્રમાર્થીનો સહકાર

આ વર્ષે કોરોના મહામારીને લઈ સરકાર અને સાધુ-સંતો દ્વારા પરિક્રમાર્થીઓને વિનંતી કરવામાં આવી હતી. સરકારના લીલી પરિક્રમા રદ કરવાના નિર્ણયને પરિક્રમાર્થીઓએ અક્ષરસહ નિભાવી સહકાર આપ્યો છે. જો કે, હાલ આ પરિક્રમાના રુટ પર શહેર પોલીસ અને વન વિભાગનાં કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ગત્ત વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓની હતી હાજરી

ગત્ત વર્ષે ગિરનારની લીલી પરિક્રમમાં અંદાજિત 15 લાખ કરતાં વધુ લોકોએ હાજરી આપી હતી. જેને કારણે ભવનાથ તળેટી અને ખાસ કરીને પરિક્રમા રૂટ માનવ મહેરામણથી ઉભરાતો જોવા મળ્યો હતો. દેશ અને દુનિયામાંથી આવેલા ભાવિકો પરિક્રમા માર્ગ પર સતત દિવસ-રાત ચાલતા નજરે પડતા હતા. જેને કારણે ભવનાથનું વાતાવરણ ધાર્મિક ચહલ-પહલથી ગુંજતું જોવા મળતું હતું. આજે એ જગ્યા પર ભાવિકો તો ઠીક, પરંતુ સામાન્ય પશુ-પક્ષીઓની અવરજવર પણ જોવા મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.