- પર્યટન સ્થળ ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
- કોરોના વાઈરસના કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો ઘટાડો
- દર વર્ષે આ સમયે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ગિરનારની મુલાકાતે
જૂનાગઢઃ કોરોના સંક્રમણની અસર પર્યટન સ્થળ ગિરનાર પર્વત પર પણ જોવા મળી રહી છે. વર્ષ 2020માં જાન્યુઆરી મહિનામાં ગિરનાર પર્વત પર ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે પ્રવાસીઓની સંખ્યા બિલકુલ નહિવત જોવા મળી રહી છે, જેને કારણે ગિરનાર પર્વત યાત્રિકો વિહોણો જોવા મળી રહ્યો છે.
પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડાની અસર સ્થાનિક રોજગારી પર
ગિરનાર પર્વત પર યાત્રિકોની સંખ્યામાં ઘટાડાને લઈ તેની અસર હવે સ્થાનિક રોજગારી પર પણ પડી શકે છે. જેને કારણે ગિરનાર પર્યટન ક્ષેત્ર પર જીવન નિર્વાહ કરતા નાના-નાના વેપારીઓ પણ મુશ્કેલીમાં જોવા મળી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘટાડો ગિરનાર પર્યટન ક્ષેત્ર અને આસપાસ જોવા મળી રહ્યો છે.