- વ્યસન મુક્તિનો સંદેશો આપતી વાલમ બાપાની નનામી કાઢવામાં આવી
- પાછલાં કેટલાક વર્ષોથી જૂનાગઢમાં હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢવાની છે પરંપરા
- વ્યસન મુક્તિનો સંદેશો આપતી વાલમ બાપાની નનામી કાઢવામાં આવી
જૂનાગઢ: 28 માર્ચે હોળીનો તહેવાર છે. આજના દિવસે સમગ્ર દેશમાં એકમાત્ર જૂનાગઢ શહેરમાં વાલમ બાપાની અંતિમ યાત્રા બેન્ડવાજા, ઢોલ-નગારા અને વાજતે-ગાજતે નાચતા લોકોએ અંતિમ યાત્રા કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૂનાગઢની પ્રાચીન પરંપરાઓ મુજબ આજે હોળીના દિવસે વાલમ બાપા નામની વ્યક્તિ તેમના વ્યસનના કારણે આ દુનિયા છોડીને જતી રહેતા જેના માનમાં આજે વાલમ બાપાની અંતિમ યાત્રા વર્ષોથી કાઢવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જામનગરમાં 64 વર્ષોથી ચાલી આવતી ભોઈ સમાજની હોલિકાદહનની પંરપરા
વ્યસન મુક્તિના સંદેશા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવે છેે
વાલમ બાપાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને વાલમ બાપાના મોતનો વસવસો રમૂજ સાથેના વાતાવરણમાં કરે છે. વાલમ બાપાને વ્યસન હોવાને કારણે તેઓ મોતને ભેટયા હતા. જેને લઈને વ્યસન મુક્તિના સંદેશા સાથે વાલમ બાપાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો: જૂનાગઢના પ્રાચીન સ્થાપત્યો પાછળ પાછલા બે વર્ષમાં નથી થયો કોઈ નોંધપાત્ર ખર્ચઃ રાજ્ય સરકાર
વાલમ બાપાને અનિષ્ટોના પ્રતીક ગણાવીને કાઢવામાં આવે છે વર્ષોથી તેની નનામી
આજની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, બાળકો, પુરુષો અને મહિલાઓ જોડાય છે અને વ્યસન મુક્તિના એક અનોખા સંદેશા સાથે અંતિમ યાત્રા જૂનાગઢ શહેરમાં આગળ વધે છે. વાલમ બાપાને બીડી પીવાનો વ્યસન હોવાને કારણે અંતે વાલમ બાપા આ વ્યસનનો ભોગ બને છે અને તેમનું મોત થાય છે માટે વ્યસનમુક્તિના સંદેશા સાથે છેલ્લા ઘણાં વર્ષોથી જૂનાગઢમાં વાલમ બાપાની નનામી કાઢવાનો કાર્યક્રમ વિવિધ યુવક મંડળો દ્વારા કરવામાં આવે છે.
વ્યસન મુક્ત જીવન, શ્રેષ્ઠ જીવન
વ્યસનના પ્રતીકરૂપે બીડી, તમાકુ અને શરાબને પણ સાથે રાખવામાં આવે છે અને લોકોને સંદેશો આપવાનો પ્રયાસ યુવક મંડળો કરતા હોય છે કે વ્યસન મુક્ત જીવન શ્રેષ્ઠ જીવન છે. વ્યસનથી વાલમ બાપા જેવી હાલત થાય છે માટે વ્યસન મુક્ત સમાજની કલ્પના અને વ્યસન મુક્ત સમાજનું સર્જન થાય તે માટે હોળીના દિવસે સમગ્ર જૂનાગઢ શહેરમાં વાલમ બાપાની નનામી કાઢીને વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવવામાં આવે છે.