જૂનાગઢઃ કોરોના વાઈરસના વધતા જતા વ્યાપને ધ્યાનમાં રાખી જૂનાગઢ નજીક આવેલા પરબધામની જગ્યા અને મંદિર આગામી ૩૦ જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે મહંત કરશનદાસ બાપુએ જાહેરાત કરી છે. આ ઉપરાંત બાપુએ ભાવિકો અને ભક્તોને મંદિરે દર્શન માટે નહીં આવવાની જાણ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિન દુખિયાની સેવા માટે પરબધામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જેથી વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7586165_k.jpg)
દરવર્ષે અષાઢ મહિના દરમિયાન પરબધામમાં 5 દિવસનો ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે અને અષાઢી બીજના દિવસે મેળાની પૂર્ણાહુતી લાખો ભાવિકોની હાજરીમાં કરવામાં આવે છે, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને જગ્યાના મહંત કરશનદાસ બાપુએ આ વર્ષના તમામ ધાર્મિક કાર્યક્રમો ૩૦ જૂન સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બાપુએ ભક્તો અને ભાવિકોને મંદિરમાં દર્શન કરવા માટે નહીં આવવા વિનંતી પણ કરી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-parab-vis-01-byte-01-avb-7200745_12062020145617_1206f_1591953977_343.jpg)