ETV Bharat / city

Junagadh : જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ AAP માં જોડાયા - Pravin Ram joined AAP

જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ મંગળવારે વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પ્રભારી ગોપાલસિંહ યાદવની પ્રેરક હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રવીણ રામના જોડાવાથી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં AAPને કાર્યકર વર્ગની સાથે એક યુવા નેતાનો સહકાર સાંપડી રહ્યો છે. જેને લઇને ગોપાલ ઇટાલીયા અને ગોપાલસિંહ યાદવે પ્રવિણ રામને પક્ષનો ખેસ પહેરાવીને તેમને પક્ષમાં આવકાર આપ્યો હતો.

Jan Adhikar Manch
Jan Adhikar Manch
author img

By

Published : Jun 29, 2021, 7:16 PM IST

  • પ્રવિણ રામ AAPમાં જોડાયા
  • પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પ્રભારી ગોપાલ સિંહ યાદવે આપ્યો આવકાર
  • પ્રવિણ રામનું યુવા નેતૃત્વ જૂનાગઢ અને ગીર-સોમનાથમાં પક્ષને બની શકે છે મદદરૂપ

જૂનાગઢ : જન અધિકાર મંચ (Jan Adhikar Manch)ના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ મંગળવારે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા છે. જૂનાગઢમાં આવેલા સર્કિટ હાઉસ (Circuit House) ખાતે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ પ્રભારી ગોપાલસિંહ યાદવ, જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અતુલ શેખડા અને અન્ય યુવા અને પીઢ કાર્યકરોની વચ્ચે પ્રવીણ રામને પક્ષનો ખેસ પહેરાવીને ગોપાલ સિંહ યાદવે તેમને પક્ષમાં વિધિવત આવકાર આપ્યો હતો. આ તકે ઉપસ્થિત રહેલા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પણ પ્રવીણ રામને પક્ષમાં આવકાર આપવાની સાથે ખૂબ સારી રાજકીય કારકિર્દી (Political career)ની શરૂઆત થવા જઇ રહી છે તેવા અભિનંદન પાઠવીને પ્રવિણ રામને AAPમાં આવકાર આપ્યો હતો.

જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ આપમાં જોડાયા

આ પણ વાંચો : સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

પ્રવિણ રામનું યુવા નેતૃત્વ પક્ષને આપશે સંગઠનમાં વધુ મજબૂતાઈ

પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાતા જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથમાં પક્ષના સંગઠનને ખૂબ સારો વેગ મળી શકે છે. પાછલા કેટલાક વર્ષોથી સામાજિક સંગઠન (Social organization)માં સક્રિય થયેલા પ્રવિણ રામ યુવા નેતાની સાથે યુવાન કાર્યકરો (Young activists) નો બહોળો સમુદાય ધરાવે છે. આવી પરિસ્થિતિમાં પ્રવિણ રામનું આમ આદમી પાર્ટીમાં જોડાવાથી પક્ષના સંગઠન અને કાર્યકરોની શક્તિમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થતો જોવા મળશે. હવે જ્યારે પ્રવિણ રામ વિધિવત રીતે આમ આદમી પાર્ટીના સદસ્ય બની ચૂક્યા છે.

આ પણ વાંચો : સોમનાથના દર્શનાર્થે આવેલા AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પીઠ બતાવીને કેમ ભાગ્યા? જુઓ

પ્રવિણ રામ AAPમાં જોડાતા તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister) મનીષ સિસોદિયા સાથે બંધ બારણે ચર્ચાઓ કરી હતી, ત્યારથી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી વાતોને વેગ મળતો હતો. પ્રવિણ રામ મંગળવારે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઇ જતાં તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.