ETV Bharat / city

55 દિવસ બાદ જૂનાગઢ જિલ્લામાં ફરીવાર ST બસ સેવા શરૂ

કોરોના વાયરસના ખતરાને પગલે છેલ્લા 55 દિવસ કરતા વધુ સમયથી અટકી પડેલા એસ.ટીના પૈડા આજે જૂનાગઢ જિલ્લામાં શરૂ થતા જોવા મળી રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લામાં રાજ્ય પરિવહન નિગમની બસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી, તે મુજબ ઓનલાઇન ટિકિટ ખરીદેલા કેટલાક મુસાફરો આજે હેરાન થતાં પણ જોવા મળી રહ્યા હતા.

55 દિવસ બાદ ફરી જૂનાગઢ જિલ્લામાં એસ.ટી બસ સેવા શરૂ

author img

By

Published : May 20, 2020, 6:01 PM IST

જૂનાગઢઃ છેલ્લા 55 દિવસથી બંધ પડેલા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસના પૈડા ફરી એક વખત શરૂ થતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે રાજ્ય સરકારે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી. તે મુજબ ચોથા તબક્કાના લોકડાઉનમાં છેલ્લા ૫૫ દિવસથી બંધ પડેલી એસ.ટી બસનું સંચાલન આજથી ખૂબ જ મર્યાદિત અને જિલ્લાના આંતરિક તાલુકા મથકો સુધી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ દિવસે ખૂબ જ મર્યાદિત રૂટ અને તેમાં પણ ઓછા પ્રમાણમાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા

55 દિવસ બાદ ફરી જૂનાગઢ જિલ્લામાં એસ.ટી બસ સેવા શરૂ
સરકારે જે પ્રકારે જાહેરાત કરી હતી કે, પ્રવાસ કરનાર યાત્રીએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી. જેને લઇને કેટલાક પ્રવાસીઓએ પોતાની ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી પરંતુ બસનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમ મુજબ એક જિલ્લામાંથી બીજા જિલ્લામા નહી થતા ઓનલાઇન બુકિંગ કરાવેલા કેટલાક પ્રવાસીઓ આજે વધુ હેરાન થયા હતા. રાજ્ય સરકાર એસ.ટી નિગમની બસનું સંચાલન કરવા માટે સતત નિયમો બદલી રહી છે.

ચોથા તબક્કાના લોકડાઉનના બીજા દિવસે એસ.ટી બસનું સંચાલન શરૂ થયું છે. જેમાં દરેક મુસાફરથી લઈને બસને સેનીટાઇઝ કરવા સુધીની ચોકસાઈ રાખવામાં આવી રહી છે. પ્રવાસ કરનાર દરેક યાત્રીના આરોગ્યની ચોક્કસ ચકાસણી કર્યા બાદ જ તમામ યાત્રીને બસમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.