ગીર સોમનાથઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની (CM Bhupendra Patel Republic Day Celebration) ઉજવણી કરી હતી. તે દરમિયાન સોમનાથ ટ્રસ્ટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 11 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ (Somnath Trust Plantation Resolution) કર્યો હતો.
-
મુખ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સોમનાથ મહાદેવ મંદીર પરીસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને કાર્યક્રમ બાદ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા તથા ચંદન વનની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતું. pic.twitter.com/VNIabowiGl
— CMO Gujarat (@CMOGuj) January 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">મુખ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સોમનાથ મહાદેવ મંદીર પરીસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને કાર્યક્રમ બાદ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા તથા ચંદન વનની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતું. pic.twitter.com/VNIabowiGl
— CMO Gujarat (@CMOGuj) January 26, 2022મુખ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સોમનાથ મહાદેવ મંદીર પરીસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને કાર્યક્રમ બાદ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા તથા ચંદન વનની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતું. pic.twitter.com/VNIabowiGl
— CMO Gujarat (@CMOGuj) January 26, 2022
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
જિલ્લામાં આ ઉજવણી દરમિયાન સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાને (CM Bhupendra Patel planted trees in Gir Somnath) સોમનાથ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ (Somnath Trust Plantation Resolution) કર્યું હતું. સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટના વૃક્ષારોપણ અભિયાનને (Somnath Trust Tree Planting Campaign) સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો- PM Modi tributes to Martyrs: નેશનલ વોર મેમોરિયલ પહોંચી PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
સોમનાથ ટ્રસ્ટ આવતા વર્ષે 11 લાખ જેટલા વૃક્ષ વાવશે
સોમનાથ ટ્રસ્ટ આગામી વર્ષમાં 11 લાખ જેટલા વૃક્ષોનું વિવિધ જગ્યા પર વાવેતર કરશે. સાથે જ ટ્રસ્ટે સોમનાથ વિસ્તારને લીલોછમ અને હરિયાળો બનાવવાનાની પહેલ કરી છે. ત્યારે આ પ્રથમ વખત સોમનાથ આવેલા મુખ્યપ્રધાન પણ આ સંકલ્પના સહભાગી થયા હતા અને વૃક્ષારોપણ જેવા પવિત્ર કામમાં જોડાયા હતા.
તૌકતે વાવાઝોડા બાદ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોને થયું છે નુકસાન
ગયા વર્ષે મે મહિનામાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે જિલ્લાને મોટા પાયે નુકસાન થયું હતું. તેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટે 11 લાખ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. તે મુજબ, વૃક્ષારોપણ કાર્યક્રમ આગળ (CM Bhupendra Patel planted trees in Gir Somnath) ધપી રહ્યો છે. મુખ્યપ્રધાન આજે સોમનાથની મુલાકાતે હતા. અહીં તેમના દ્વારા પણ વૃક્ષારોપણ કરાવીને 11 લાખ વૃક્ષોના રોપણના સંકલ્પને વધુ આગળ લઈ જવામાં આવ્યો હતો. સાથે જ સોમનાથ ટ્રસ્ટે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર રાજ્યના લોકો ટ્રસ્ટના આ સંકલ્પમાં જોડાય તેવી અપીલ કરી હતી.